પાઓલો ઝામ્પોલી વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પના વૈશ્વિક સોદાઓનું નિરીક્ષણ કરી બેઠકોનું આયોજન કરે છે.
તાત્કાલિક મુલાકાતનું કરાયે છે આયોજન
વ્હાઇટ હાઉસના રાજકીય વર્તુળોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના વ્યક્તિની ચર્ચા શરુ થઈ છે. આ વ્યક્તિનું નામ પાઓલો ઝામ્પોલી છે. કહેવાય છે કે, ઝામ્પોલી હાલમાં એકમાત્ર વ્યક્તિ છે જે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કોઈપણ ઉદ્યોગપતિ અથવા નેતા માટે તાત્કાલિક મુલાકાતનું આયોજન કરી શકે છે. ઝામ્પોલીનો રાજકીય અને વ્યવસાયિક પ્રભાવ પૈસા અને તક બંને સાથે જોડાયેલો છે.
વ્હાઇટ હાઉસમાં ઝામ્પોલીનો પ્રભાવ
ઝામ્પોલી વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની પત્ની મેલાનિયાના નજીકના મિત્ર તરીકે જાણીતા છે. ઝામ્પોલી 1993માં મેલાનિયાને મોડેલિંગની દુનિયામાં રજૂ કરનાર પ્રથમ વ્યક્તિ હતા. હવે, મોડેલિંગ ક્ષેત્ર છોડ્યા પછી, ઝામ્પોલી વ્હાઇટ હાઉસ માટે કામ કરે છે. ઝામ્પોલીએ તાજેતરમાં કેટલાક ઉદ્યોગપતિઓને ટ્રમ્પ સાથે 20 મિનિટ માટે પરિચય કરાવ્યો હતો. આ મુલાકાતના પરિણામે 20 અબજ ડોલરનો સોદો થયો. આ સોદાથી વ્હાઇટ હાઉસમાં ઝામ્પોલીના પ્રભાવમાં વધારો થયો છે.
કોણ છે પાઓલો ઝામ્પોલી ?
ઝામ્પોલીએ 1990ના દાયકામાં મોડેલિંગ ક્ષેત્રમાં એજન્ટ તરીકે કામ કર્યું હતું. આ સમય દરમિયાન, તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મિત્રતા કરી હતી. એવું કહેવાય છે કે ઝામ્પોલીએ મેલાનિયા અને ટ્રમ્પનો પરિચય કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. મેલાનિયા ટ્રમ્પની ત્રીજી પત્ની છે. તેમના લગ્ન 2005માં થયા હતા. ઇટાલીના મિલાનમાં જન્મેલા, 56 વર્ષીય ઝામ્પોલી હાલમાં ગ્લોબલ પાર્ટનરશિપ માટે યુનાઇટેડ સ્ટેટ્સના ખાસ પ્રતિનિધિ તરીકે સેવા આપે છે. ઝામ્પોલીના એક સમયે વિવાદાસ્પદ અમેરિકન ઉદ્યોગપતિ જેફરી એપસ્ટેઇન સાથે પણ ગાઢ સંબંધો હતા. 2004ની આસપાસ, ઝામ્પોલીએ બ્રાઝિલિયન મોડેલ ઉરાંગો સાથે લગ્ન કર્યા. આ દંપતી 2021 માં અલગ થઈ ગયું. ઝામ્પોલી અને ઉરાંગોને એક પુત્ર પણ છે.
આ પણ વાંચોઃ ખામેનેઇના કોણ છે આ કટ્ટર વિરોધી?, જેને Iran આપશે ફાંસી, જાણો
