ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને અત્યંત કઠોર, નિર્ણાયક અને મજબૂત નેતૃત્વ ક્ષમતા ધરાવતા ગણાવ્યા છે. 

ફરી એકવાર પીએમ મોદીની પ્રશંસા 

ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપિંગને એક એવા નેતા તરીકે વર્ણવ્યા જે સંપૂર્ણપણે તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને દરેક મુદ્દાને ગંભીરતાથી સંભાળે છે. તો દરમિયાન ટ્રમ્પે પીએમ મોદીને અત્યંત કઠોર, નિર્ણાયક અને મજબૂત નેતૃત્વ ક્ષમતા ધરાવતા ગણાવ્યા હતા. ટ્રમ્પના મતે, બંને નેતાઓ પોતપોતાના દેશોમાં પ્રભાવશાળી ભૂમિકાઓ ભજવે છે અને તેમની પાસે મજબૂત વૈશ્વિક છબી છે. જેની તેઓ વ્યક્તિગત રીતે પ્રશંસા કરે છે.

શી જિનપિંગ પર આફરીન થયા ટ્રમ્પ 

અગાઉ, ફ્રાન્સમાં G7 સમિટ દરમિયાન પીએમ મોદીને મળ્યા બાદ, ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ખૂબ પ્રશંસા કરી હતી. લંચ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેઓ પીએમ મોદી જેટલા શાંત નથી. તેમણે કહ્યું કે, પીએમ મોદીથી વિપરીત, જે શાંત, સંયમિત અને અત્યંત પ્રભાવશાળી છે, તેઓ આવા નથી. 

ગાઝા બોર્ડ ઓફ પીસમાં ભાગ લેવા આમંત્રણ 

ભારતમાં યુએસ રાજદૂત સર્જિયો ગોરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પીએમ મોદીને લખેલો પત્ર સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં તેમને ગાઝા બોર્ડ ઓફ પીસનો ભાગ બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે લખ્યું હતુ કે, પીએમ @narendramodi ને @POTUSના શાંતિ બોર્ડમાં જોડાવાના આમંત્રણને શેર કરવાનો ગર્વ છે. જે ગાઝામાં કાયમી શાંતિ લાવશે. બોર્ડ સ્થિરતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે અસરકારક શાસનને સમર્થન આપશે. 

આ પણ વાંચોઃ મ્યાનમાર બનાવી રહ્યું છે તેની પ્રથમ સબમરીન, શું ભારત માટે વધશે ટેન્શન?, જાણો

  • Follow us on: