ટ્રમ્પનુ નિવેદન તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પછી આવ્યું છે, જેમાં તેમણે ભારતને 'નરક' ગણાવ્યો હતો.
પીએમ મોદીના આડકતરી રીતે વખાણ
અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટે વિશ્વભરમાં હંગામો મચાવ્યો હતો. ટ્રમ્પે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે ભારત અને ચીન જેવા દેશોનું વર્ણન કરવા માટે નરક જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ વિવાદ બાદ, યુએસ એમ્બેસીના પ્રવક્તાએ નિવેદન જાહેર કર્યું છે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે ભારતને મહાન દેશ ગણાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતના ટોચના નેતૃત્વમાં તેમનો ખૂબ જ સારો મિત્ર છે.
સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ
ખરેખર, ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર માઈકલ સેવેજનો વીડિયો શેર કર્યો હતો. માઈકલ સેવેજ એક જાણીતા રૂઢિચુસ્ત લેખક અને રેડિયો હોસ્ટ છે. વીડિયોમાં, સેવેજે યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મજાત નાગરિકત્વની આકરી ટીકા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે વિદેશીઓ અમેરિકન કાયદાઓનો દુરુપયોગ કરી રહ્યા છે. સેવેજે કહ્યું કે લોકો ગર્ભાવસ્થાના છેલ્લા મહિનામાં અમેરિકા આવે છે જેથી તેમના બાળકો ત્યાં નાગરિકતા મેળવી શકે. વીડિયો દરમિયાન, તેમણે ભારત અને ચીન માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો.
રાજદ્વારી સંયમ જાળવવો જરુરીઃ MEA
ભારતના વિદેશ મંત્રાલયે આ બાબતે સાવધાનીપૂર્વક પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ બાબતે પૂછવામાં આવતા સંક્ષિપ્તમાં જવાબ આપ્યો. તેમણે કહ્યું, અમે આવા કેટલાક અહેવાલો જોયા છે અને આ સમયે વધુ ટિપ્પણી કરવા માંગતા નથી. ભારત સરકારે આ મુદ્દા પર વધુ પડતું આક્રમક વલણ અપનાવવાને બદલે રાજદ્વારી સંયમ જાળવી રાખ્યો છે.
આ પણ વાંચોઃ ઇઝરાયલ સાથે વાતચીત પહેલા લેબનીઝ પીએમ નવાફ સલામે મૂકી શરત, જાણો શું કહ્યુ?













