મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ માને છે કે ઈરાન સાથેના સમજૂતી કરાર હવે સમાપ્ત થયા છે.
MoU હવે સમાપ્ત થયો છેઃ ટ્રમ્પ
પત્રકારોના પ્રશ્નોના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, મને લાગે છે કે MoU હવે સમાપ્ત થઈ ગયો છે. તેમણે સૂચવ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચેની પરિસ્થિતિ એવી સ્થિતિમાં પહોંચી ગઈ છે કે બંને દેશો વચ્ચેના કરારના ભવિષ્ય પર વિચાર કરવો જોઈએ. ટ્રમ્પે કહ્યું કે, અમે ગઈકાલે રાત્રે ઈરાનમાં ખૂબ જ ખતરનાક લોકો પર ખૂબ જ શક્તિશાળી હુમલો કર્યો છે. આ કાર્યવાહીને યુએસ સુરક્ષા માટે જરૂરી ગણાવતા, તેમણે કહ્યું કે આ કાર્યવાહી સંપૂર્ણ બળથી કરવામાં આવી હતી.
ઈરાની નેતૃત્વ પર પણ નિશાન
અમેરિકી રાષ્ટ્રપતિએ ઈરાન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, તેઓ બીમાર છે. તેમની સાથે કંઈક ખોટું છે. ટ્રમ્પની ટિપ્પણીઓ એવા સમયે આવી છે. જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે અને બંને દેશો વચ્ચે તાજેતરના લશ્કરી વિકાસે પ્રાદેશિક પરિસ્થિતિને વધુ ખરાબ કરી છે.
પાકિસ્તાનની મધ્યસ્થતા સંપૂર્ણ નિષ્ફળ
આ સમગ્ર વિવાદમાં સૌથી મોટો ઝટકો પાકિસ્તાનને લાગ્યો છે. પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીર લાંબા સમયથી અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થતા કરાવીને મામલો શાંત પાડવા કાલાવાલા કરી રહ્યા હતા. પાકિસ્તાનની ઈચ્છા હતી કે આ કરાર બચી જાય જેથી ક્ષેત્રીય અસ્થિરતા ન ફેલાય, પરંતુ ટ્રમ્પના આ આકરા પ્રહારે પાકિસ્તાનની વિદેશ નીતિને ધૂળ ચાટતી કરી દીધી છે.
આ પણ વાંચોઃ ભક્તોના દાનનો ખોટો ઉપયોગ કરી ટિન્નુ એન્ડ ટીમે ખરીદી જમીનો અને વૈભવી ગાડીઓ
