આ ફોટામાં આસપાસ ઈરાન તરફ નિર્દેશિત તીરો હતા. બીજા ફોટામાં યુએસ ડ્રોન ઈરાની સ્પીડબોટ પર હુમલો કરતી દેખાઇ હતી.
AI-જનરેટેડ ફોટાઓથી વિવાદ
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર 20થી વધુ ફોટા પોસ્ટ કર્યા હતા. આમાંના મોટાભાગના ફોટાઓ ઈરાન સામે યુએસ લશ્કરી કાર્યવાહી વધારવાની ધમકી આપતા સંદેશા હતા. કેપ્શનમાં લખ્યું હતું કે, બાય બાય, ફાસ્ટ બોટ. આ ફોટો પણ AI-જનરેટેડ હતો. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને લઈને અમેરિકા અને ઈરાન સામસામે છે. બંને કોણ પહેલા શરણાગતિ સ્વીકારશે અને આ સંઘર્ષનો અંત લાવશે તેની રાહ જોઈ રહ્યા છે.
https://twitter.com/WhiteHouse/status/2054187989887037809
પરમાણુ વિસ્ફોટના દ્રશ્યો વાયરલ
તેમણે બીજી એક AI છબી પોસ્ટ કરી, જેમાં ટ્રમ્પને સ્પેસ ફોર્સ શીર્ષક હેઠળ અવકાશમાં દર્શાવવામાં આવ્યા છે. ઉપગ્રહો તેમને ઘેરી વળ્યા હતા. જે અવકાશમાંથી મિસાઇલ હુમલાઓનું નિરીક્ષણ કરતા દેખાયા હતા. બીજી એક છબી ટ્રમ્પને અવકાશયાનમાં કિલ બટન દબાવતા દર્શાવવામાં આવ્યા હતા. તેમની પાછળની ઘણી સ્ક્રીનોમાં મિસાઇલ હુમલા અને પરમાણુ વિસ્ફોટ જેવા દ્રશ્યો દેખાતા હતા.
યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસો
28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર મોટા હુમલા કર્યા ત્યારથી સંઘર્ષ ચાલુ છે. આ યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસોમાં હજુ સુધી કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. આ સંઘર્ષે સમગ્ર અખાતને હચમચાવી નાખ્યું છે અને તેલ સંકટ ઉભું કર્યું છે. આ યુદ્ધે હોર્મુઝના મહત્વપૂર્ણ સ્ટ્રેટને લગભગ નાકાબંધી કરી છે. જે શાંતિકાળ દરમિયાન વિશ્વની તેલ નિકાસનો આશરે 25 ટકા હિસ્સો વહન કરે છે. આ સંઘર્ષે પડોશી ઇઝરાયલ અને લેબનોનને પણ ખતરનાક સંઘર્ષમાં ખેંચી લીધા છે.
આ પણ વાંચોઃ ઘરમાં લાગેલી આગને બુઝવવા સમજદારીનો ઉપયોગ કરી અટકાવો નુકસાન, જાણો કેવી રીતે?
