ઈરાન નીતિ પર મતભેદોને કારણે ટ્રમ્પે ઇઝરાયલની લશ્કરી કાર્યવાહીનો સખત વિરોધ કર્યો હતો.

મિત્રતામાં તિરાડ કેમ ?

મધ્ય પૂર્વને યુદ્ધની જ્વાળાઓમાં ધકેલી દેનારા બે મિત્રો વચ્ચેની મિત્રતામાં તિરાડ પડવાના અહેવાલો સામે આવ્યા છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે તણાવ વધ્યો છે. જેમણે ઈરાન સામેના યુદ્ધમાં સાથે-સાથે લડ્યા હતા. 1 જૂને બંને મિત્રો વચ્ચે મોટો મુકાબલો જોવા મળ્યો હતો. જેમાં ટ્રમ્પે નેતન્યાહૂને પાગલ પણ કહ્યા હતા. ફોન પરની વાતચીતમાં ટ્રમ્પે બેન્જામિન નેતન્યાહૂને કહ્યું કે, દરેક વ્યક્તિ તમને નફરત કરે છે. બંને નેતાઓ વચ્ચે ફોન પર ઉગ્ર ચર્ચા થઇ હોવાનું પણ જાણવા મળ્યુ છે.

વ્યૂહરચના પર મતભેદો કેમ ?

ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન, નેતન્યાહૂ સાથે તેમની મિત્રતા મજબૂત હતી. ટ્રમ્પે જેરુસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપી હતી અને ત્યાં દૂતાવાસ ખસેડ્યો હતો. વધુમાં, તેમણે ગોલાન હાઇટ્સ પર ઇઝરાયલના અધિકારને સ્વીકાર્યો અને અબ્રાહમ કરારમાં દલાલી કરી હતી. 2025માં ટ્રમ્પના પાછા ફર્યા પછી પણ, બંને એક સાથે ઉભા રહ્યા અને પશ્ચિમ એશિયામાં ઈરાન પર હુમલો કરવાના મુદ્દા પર એક જ ભાષા બોલ્યા હતા. જોકે, છેલ્લા બે મહિનાથી તેમની વચ્ચે તણાવ વધી રહ્યો છે.

લશ્કરી દબાણ વિરુદ્ધ રાજદ્વારી

ઈરાન બે મિત્રો વચ્ચેના સંઘર્ષનો મુખ્ય મુદ્દો છે. જ્યારે નેતન્યાહૂ લશ્કરી દબાણ દ્વારા ઈરાનને નિયંત્રિત કરવા માંગે છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ હવે યુદ્ધના ફાયદાઓને રાજદ્વારીમાં લાવવા અને મોટા કરારો પ્રાપ્ત કરવા માંગે છે. આ જ કારણ છે કે, તેઓ વારંવાર યુદ્ધવિરામથી લઈને રાજદ્વારી વાટાઘાટો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

શું સંબંધો જોખમમાં ?

1. પહેલી જૂનની વાતચીત યુએસ-ઇઝરાયલ સંબંધોને અસર કરશે કે કેમ તે અંગે, નિષ્ણાતો કહે છે કે, બંને દેશો વચ્ચે લશ્કરી સહયોગ અને ગુપ્ત માહિતીની આપ-લે હજુ પણ ચાલુ છે. ઇઝરાયલ માટે યુએસનું સમર્થન ઓછું થયું નથી. જોકે, ટ્રમ્પ હવે દરેક ઇઝરાયલી લશ્કરી કાર્યવાહીને આંધળું સમર્થન આપી રહ્યા નથી.

2. વ્હાઇટ હાઉસ હવે નેતન્યાહૂને યુદ્ધવિરામ અને તણાવ ઘટાડવા તરફ ધકેલી રહ્યું છે. આ પહેલી વાર છે જ્યારે ટ્રમ્પ ઇઝરાયલની વ્યૂહરચના પર સવાલ ઉઠાવી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે બંને વચ્ચેના વ્યૂહાત્મક તફાવતો હવે સ્પષ્ટ થઈ રહ્યા છે. ટ્રમ્પ મધ્ય પૂર્વમાં મોટા સોદા કરવા માંગે છે. જ્યારે નેતન્યાહૂ પહેલા ઈરાનના નેટવર્કને નબળું પાડવા માંગે છે.

આ પણ વાંચોઃ