આ G-2 બેઠક મામલે કોઈ સત્તાવાર દસ્તાવેજ નથી, કે આ જૂથનું પોતાનું કાર્યાલય નથી. 

G-2 બેઠક બની ચર્ચાનું કેન્દ્ર 

G-7 દેશો સાથેની બેઠક બાદ, યુએસ G-2 સમિટની તૈયારી કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસમાં પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન આ જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, હવે G-2 બેઠક થશે, ત્યારબાદ અમે G-20 દેશો સાથે મુલાકાત કરીશું. આ દરમિયાન ટ્રમ્પે પત્રકારોને પણ પ્રશ્ન કર્યો હતો કે, શું તમે G-2 વિશે જાણો છો?. ટ્રમ્પે આ પ્રશ્ન પૂછ્યો કારણ કે સત્તાવાર રીતે G-2 જૂથ અસ્તિત્વમાં નથી. રાજદ્વારી દુનિયામાં, યુએસ અને ચીન વચ્ચેની બેઠકને G-2 બેઠક કહેવામાં આવે છે. 

અર્થશાસ્ત્રીનો વિચાર અને અમેરિકાનો અમલ 

આ ખ્યાલ 2005 માં પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી સી. ફ્રેડ બર્ગસ્ટીન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. બર્ગસ્ટીને દલીલ કરી હતી કે અમેરિકા અને ચીન આર્થિક રીતે વિશ્વના બે સૌથી મહત્વપૂર્ણ દેશો છે. તેમને પ્રગતિ માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે. છેલ્લી G-2 બેઠક દક્ષિણ કોરિયામાં યોજાઈ હતી. જોકે, તે સમયે ફક્ત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ આ બેઠક પર ટિપ્પણી કરી હતી. ચીન G-2 બેઠક પર મૌન હતુ. ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષે મે મહિનાના મધ્યમાં બેઇજિંગની મુલાકાતે ગયા હતા. પરંતુ તે સમયે આ બેઠકને G-2 નામ આપવામાં આવ્યું ન હતું. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સપ્ટેમ્બર 2026 માં બેઇજિંગની મુલાકાત લેવાના છે. માનવામાં આવે છે કે અમેરિકા આ ​​બેઠકને G-2 કહી શકે છે. 

આ બેઠક ભારત માટે આંચકા સમાન કેમ ?

ચીનની જેમ, ભારત દક્ષિણ એશિયામાં એક મુખ્ય અને શક્તિશાળી દેશ છે. ચીન અને ભારતને પણ હરીફ માનવામાં આવે છે. અત્યાર સુધી, ચીન અને અમેરિકા વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે જેનો ફાયદો ભારતને થયો છે. દક્ષિણ એશિયામાં ચીનને શાંત કરવા માટે, અમેરિકા અને ભારતે ક્વાડની રચના કરી હતી. ગયા મહિને જ નવી દિલ્હીમાં ક્વાડની બેઠક યોજાઈ હતી. આ સંદર્ભમાં, જો અમેરિકા ચીન સાથે G-2 બેઠક યોજે છે, તો તેની અસર ભારત પર પણ પડશે. બિડેનના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન, તેઓ શી જિનપિંગને ફક્ત એક જ વાર મળ્યા હતા. ટ્રમ્પ આ વર્ષે બીજી વખત શી જિનપિંગને મળવાના છે.

આ પણ વાંચોઃ આજે કરાર પર થયા હસ્તાક્ષર, આવતીકાલે ફરી ખુલશે હોર્મુઝ સ્ટ્રેટ, હવે શિપિંગ ક્યારે થશે સામાન્ય?

  • Follow us on: