ઇરાન યુદ્ધને પાંચ અઠવાડિયા થયા છે. આ દરમિયાન અમેરિકા તેની યુદ્ધ રણનીતિમાં બદલાવ કરતુ જોવા મળ્યુ છે.

નિરાશ થયુ અમેરિકા

યુદ્ધ દરમિયાન એવા સંકેત મળ્યા છે કે, અમેરિકા ઓપરેશન એપિક ફ્યૂરીને ઝડપથી સમાપ્ત કરવા તરફ આગળ વધી રહ્યુ છે. આ દરમિયાન જે ટ્રમ્પ ઇચ્છે છે તેમાંથી એક પણ મુદ્દો તેમના પક્ષમાં થયો નથી. અમેરિકા અને ઇરાન વચ્ચે કોઇ ડીલ થઇ નથી. કે ન તો હોર્મુઝ માટે કોઇ માર્ગ ખુલ્યા છે. ન તો ઇરાને હાર સ્વીકારી છે. તો વધુમાં અમેરિકાને કોઇ સહયોગી દેશે મદદ કરી નથી. તેથી દરેક સ્થળેથી અમેરિકા જેવી મહાસત્તાને માત્ર નિરાશા જ હાથ લાગી છે.

NATO પર અમેરિકાનું નિશાન

NATOને 'કાગળનો વાઘ' ગણાવીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી નવા વિવાદને જન્મ આપ્યો છે. અમેરિકા લાંબા સમયથી NATOની વિશ્વસનીયતા પર શંકા ઉપજાવી રહ્યુ છે. અને હવેની સ્થિતિને જોતા ડોનાલ્ડ ટ્ર્મ્પ પોતાને NATOથી અલગ કરવા અંગે વિચાર કરી રહ્યા છે. તેઓએ ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ કે, ઇરાન સાથેના યુદ્ધ બાદ NATO મામલે નિર્ણય લેવામાં આવશે.

ટોમહોક ક્રૂઝ મિસાઇલનો જથ્થો ખત્મ

યુએસના સંરક્ષણ વિભાગ તરફથી મળતી માહિતી મુજબ, અમેરિકા પાસે માત્ર 4 મહિના ચાલે એટલો જ ટોમહોક ક્રૂઝ મિસાઇલનો જથ્થો છે. અમેરિકા પાસે 3992 ટોમહોક ક્રૂઝ મિસાઇલ છે. એક મહિનામાં અમેરિકા ઇરાનની વિરુદ્ધ 850 મિસાઇલ ફેંકવામાં આવી છે. અમેરિકા પાસે હવે પુરતા પ્રમાણમાં પણ મિસાઇલનો જથ્થો બચ્યો નથી. તેની સુરક્ષા વ્યવસ્થા પર સતત પ્રશ્નો ઉઠી રહ્યા છે.

NATOના સભ્ય દેશો તરફથી ન મળ્યુ સમર્થન

મિડિલ ઇસ્ટની તણાવની સ્થિતિમાં જ્યાં એક તરફ, અમેરિકા ઇરાનને પરાજય આપવા માટે દિન-રાત પ્રયત્ન કરી રહ્યુ છે. તો બીજી તરફ NATOના સભ્ય દેશોએ અમેરિકાને સહયોગ આપવા મામલે ઇનકાર કર્યો છે. જેના કારણે અમેરિકા રોષ અને નિરાશા બન્ને અનુભવી રહ્યુ છે. બ્રિટન અને ફ્રાંસે આ લડાઇમાંથી પોતાને દૂર કર્યુ છે. તો અમુક સહયોગી દેશોએ પોતાના એરપોર્ટ પર અમેરિકાના લડાકુ વિમાન ઉતારવા માટે પણ પરવાનગી આપી નથી.

પીછેહઠ માટે કેમ મજબૂર અમેરિકા ?

ડોનાલ્ડ ટ્રમ્પના સહયોગી દેશોનુ માનવું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરી ખોલાવવું એ પ્રાથમિકતા નથી. આવુ કરવું એ અમેરિકાના સેના અભિયાનને વધારી શકે છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયા બાદ વિશ્વમાં તેલ સંકટ ઘેરાયુ છે. અને અર્થતંત્ર પર મોટી અસર જોવા મળી છે. તેલની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટને ખોલવાના અભિયાન અંગે પણ મનાઇ દર્શાવી છે. આ બધાની વચ્ચે અમેરિકા માત્ર યુદ્ધ ખત્મ કરવા ઇચ્છે છે. કારણ કે, અમેરિકાની આર્થિક સ્થિતિ વધુ પ્રભાવિત થઇ છે.

ઇરાન પણ આર્થિક સંકટમાં

આ યુદ્ધમાં ઇરાનને પણ વધુ નુકસાન સહન કરવાનો વારો આવ્ચો છે. ઇરાનના સુપ્રીમ નેતાથી લઇને કમાન્ડર સુધી તમામ મહત્ત્વના વ્યક્તિઓના મોત થઇ ચુક્યા છે. 4700 સુરક્ષાકર્મીની મોત થઇ છે. 760 શાળા અને 300 હેલ્થ સેન્ટર ધ્વ્સ્ત થયા છે. ઇરાન, યુએસ અને ઇઝરાયલના યુદ્ધના કારણે વિશ્વમાં નુકસાન થયુ છે. તેમાં 90,063 રેજિડેન્શિયલ યૂનિટ, 307 હેલ્થ અને મેડિકલ સુવિધા, 760 શાળા સામેલ છે. આ ઉપરાંત 20,880 લોકો યુદ્ધમાં ઘાયલ થયા છે.

આ પણ વાંચોઃ તેલ સંકટને કારણે PM Anthony Albaneseએ ઘરેલુ પ્રવાસ કર્યો રદ, સ્થાનિકોને કારનો ઉપયોગ ટાળવા કરી વિનંતી