ડોનાલ્ડ ટ્રમ્પને મોજતબા ખામેનીને સારા લાગી રહ્યા છે. અને નેતન્યાહૂ પ્રત્યે દ્વેષની ભાવના ઉત્પન્ન થઇ છે.

ડોનાલ્ડ ટ્રમ્પના દાવાથી આશ્ચર્ય

ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં ઇઝરાયલી પીએમ નેતન્યાહૂને ફોનમાં લેબનોન યુદ્ધ મામલે 'પાગલ' કહ્યા હતા. અને તેમના વિના ઇઝરાયલનું કોઈ અસ્તિત્વ નથી તેમ જણાવ્યુ હતુ. આ દરમિયાન, ગઈકાલ સુધી ઈરાનના સૌથી મોટા દુશ્મન રહેલા ટ્રમ્પે પોતાનો સુર બદલ્યો છે. અને ઈરાનના નવા સુપ્રીમ લીડર, આયાતુલ્લા મોજતબા ખામેનીને ટૂંક સમયમાં મળવાનું વચન આપીને અને તેમની સાથે સારા સંબંધો હોવાનો દાવો કરીને વિશ્વને આશ્ચર્યચકિત કર્યુ છે.

ટ્રમ્પે નેતન્યાહૂ પર કર્યા પ્રહાર

ડોનાલ્ડ ટ્રમ્પે તેમના નજીકના મિત્ર અને ઇઝરાયલ પીએમ નેતન્યાહૂને ફોન પર અપશબ્દો કહ્યું હતું કે, તમે સંપૂર્ણપણે પાગલ થયા છો!. આજે જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, ટ્રમ્પે ફરીથી ચીડાયેલા સ્વરમાં સ્વીકાર્યુ કે, હા, મેં તે કહ્યું. હું નેતન્યાહૂથી ખૂબ ગુસ્સે અને નારાજ હતો કારણ કે તે સતત લેબનોન સાથે યુદ્ધમાં હતા. એક સમયે, મેં સ્પષ્ટપણે કહ્યું હતું કે, આપણે આ આપત્તિ બંધ કરવી પડશે. ટ્રમ્પનું આ નિવેદન સ્પષ્ટપણે દર્શાવે છે કે ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે.

આયાતુલ્લાહને મળવાનો ગર્વ થશેઃ ટ્રમ્પ

ગઈકાલ સુધી ઈરાનનો નાશ કરવાની ધમકી આપનાર ટ્રમ્પે હવે પોતાનો સ્વર સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. એક આશ્ચર્યજનક નિવેદનમાં, ટ્રમ્પે કહ્યું હતુ કે, હું ટૂંક સમયમાં ઈરાનના આયાતુલ્લાહ, મોજતબા ખામેનીને મળી શકું છું. મને હજુ સુધી તેમને મળવાનો લહાવો મળ્યો નથી, પણ હું ઈચ્છું છું. આયાતુલ્લાહ સાથેના અમારા સંબંધો હાલમાં ખૂબ સારા ચાલી રહ્યા છે. ટ્રમ્પ ત્યાં અટક્યા નહીં; તેમણે ઈરાનની પ્રશંસા કરતા કહ્યું કે ઈરાન ક્યારેય પરમાણુ શસ્ત્રો વિકસાવવા માટે સંમત થયો નથી. ટ્રમ્પના આ યુ-ટર્નથી ઇઝરાયલને આઘાત લાગ્યો છે.

આ પણ વાંચોઃ અમેરિકાએ ફરી લાદ્યો 12.5%નો ટેરિફ, બચવા માટે ભારતે શું કરવું? થિંક ટેંકે બતાવ્યો રસ્તો

  • Follow us on: