આ બેઠકમાં સંરક્ષણ, ઊર્જા, અદ્યતન ટેકનોલોજીકલ સહયોગ ક્ષેત્રે ભારત-રશિયા ભાગીદારીની સમીક્ષા કરી હતી.
વ્યૂહાત્મક ભાગીદારીની ચર્ચા
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે રશિયન રાજધાનીમાં આયોજિત પ્રથમ આંતરરાષ્ટ્રીય સુરક્ષા મંચ દરમિયાન મ્યાનમારના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ટીન આંગ સાન સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન, બંને પક્ષોએ સુરક્ષા, સંરક્ષણ, કનેક્ટિવિટી અને અન્ય ક્ષેત્રોમાં ચાલી રહેલા સહયોગની સમીક્ષા કરી હતી. ભારત અને મ્યાનમાર વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના વિવિધ પાસાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
વિચારોનું આદાન-પ્રદાન
બંને નેતાઓએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતુ. મોસ્કોમાં બેઠક દરમિયાન જાહેરાત કરાઇ હતી કે, મ્યાનમારના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જુલાઈમાં ભારતમાં યોજાનારી 5મી BIMSTEC રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાત લેશે. આ બેઠક દરમિયાન, NSA અજિત ડોભાલે રશિયાના પ્રથમ નાયબ વડા પ્રધાન ડેનિસ મન્તુરોવ સાથે પણ મુલાકાત કરી બેઠક યોજી હતી.
ભારત-રશિયા સહયોગની સમીક્ષા
આ બેઠક દરમિયાન, બંને પક્ષોએ સંરક્ષણ, ઊર્જા, અવકાશ અને અન્ય મુખ્ય ક્ષેત્રોમાં ભારત-રશિયા સહયોગની સમીક્ષા કરી હતી. તેમણે પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યુ હતુ. રશિયન પક્ષે ડોભાલ માટે રાષ્ટ્રીય અવકાશ કેન્દ્ર અને રોસકોસ્મોસ સંયુક્ત ઉદ્યોગ માહિતી કેન્દ્રનો ખાસ પ્રવાસ પણ યોજ્યો હતો. જ્યાં તેમને રશિયાના અવકાશ કાર્યક્રમ અને સંબંધિત તકનીકી ક્ષમતાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Chinaએ રણમાં રચ્યો ત્રણ લેયરનો પરમાણુ ચક્રવ્યૂહ, સેટેલાઇટ તસવીરોએ ખોલી પોલ, America થયુ પરેશાન
