અમેરિકાએ બે દિવસ બાદ ફરી ઈરાન પર હુમલા કર્યા છે.અમેરિકી સૈન્યએ મંગળવારે રાત્રે સિટિક, ખુજસ્તાન, કેમ હોય અને અબ્બાસ બંદર પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા.ઇરાનના જણાવ્યા મુજબ આ હુમલામાં 12 લોકો માર્યા ગયા છે જ્યારે 18 લોકો ઘવાયા છે. ઇરાનનો દાવો છે કે સિરિકમાં એક લગ્ન સમારંભમાં અમેરિકી મિસાઈલ હુમલામાં ચાર વર્ષના બાળક સહિત કુલ પાંચ લોકોના મોત જ્યારે ખુજસ્તાન પ્રાંતમાં થયેલા હુમલામાં 7 લોકોના મોત થયા અને 8 લોકો ઘવાયા છે. બીજી તરફ અમેરિકાનું કહેવું છે કે તેણે માત્ર ઈરાની સૈન્ય ઠેકાણાઓને જ નિશરન બનાવ્યા હતા. 

ઈરાન અમેરિકા સામે નવી રણનીતિ અપનાવશે

ઈરાને અમેરિકી હુમલાના જવાબમાં જોર્ડન, કુવૈત, યુએઈ, બહેરીન અને ઈરાનના સ્વાયત્ત ક્ષેત્ર કુર્દિસ્તાનમાં અમેરિકી સેન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યોનો દાવો કર્યો છે.જોર્ડનમાં ઈરાને અમેરિકી સેન્ય ઠેકાણાઓ ઉપર 13 બેલેસ્ટિક મિસાઈલો ઝીંકી હતી.ઈરાને બહેરીનમાં અમેરિકી બેઝ પર પણ ભીષણ ડ્રોન હુમલા કર્યા હતા. અમેરિકાએ અગાઉ 30 ઓગસ્ટે હોર્મઝની ખાડી નજીક આવેલા લારક દ્વીપ પર બે ઈરાની રોકેટ લોન્ચરો પર હવાઈ હુમલા કર્યા હતા.ઈરાની સુરક્ષા પરિષદના સચિવ મોહસીન રેઝાઈએ અમેરિકી હુમલા બાદ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે ઇરાન સૈન્ય કાર્યવાહીની સાથેસાથે કૂટનીતિ અને આર્થિક પ્રતિબંધોનો સામનો કરવા માટે પણ નવી રણનીતિ અપનાવશે. 

ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક હુમલાની ચેતવણી આપી

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ વધુ એક મોટા સૈન્ય હુમલાની કડક ચેતવણી આપી છે.પશ્ચિમ એશિયામાં પોતાની સૈન્ય હાજરી મજબૂત કરીને અમેરિકાએ બીજી એરસ્ટ્રાઈક માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હોવાના અહેવાલોથી સમગ્ર વિસ્તારમાં મહાયુદ્ધની ભીતિ સેવાઈ રહી છે.ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ અને મિસાઈલ ઠેકાણાઓને નિશાન બનાવવાની આક્રમક વ્યૂહરચના સામે ઈરાને પણ વળતા પ્રહારની ધમકી આપતાં સ્થિતિ અત્યંત વિસ્ફોટક બની છે.  

ઈરાનને આર્થિક રીતે ઘેરવા માટે અમેરિકાની નીતિ 

બીજી તરફ,અમેરિકાએ ઈરાનને આર્થિક રીતે ઘેરવા માટે પોતાની નીતિ વધુ કડક બનાવી છે.અમીરીકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું છે કે ઈરાન સાથે કોઈપણ પ્રકારનો વેપાર કે આર્થિક વ્યવહાર રાખનારા દેશો અને કંપનીઓ પર અમેરિકા દ્વારા ભારે પ્રતિબંધો લાદવામાં આવશે.આર્થિક રીતે નાકાબંધી કરીને ઈરાનની આવકના સ્ત્રોતો રોકવાની આ નવી વ્યૂહરચનાથી વૈશ્વિક વેપાર અને ખાસ કરીને ક્રૂડ ઓઈલના પુરવઠા તેમજ સપ્લાય ચેઈન સમીકરણો પર ખૂબ મોટી વિપરીત અસર પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.  

આ પણ વાંચોઃ Strait of Hormuzને લઈને ડોનાલ્ડ ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન, જાણો શું કહ્યું