750 એજન્ટ મુક્ત કર્યા બાદ તેઓ અમેરિકામાં છુપાઇને બેઠા છે. જે ખતરારૂપ છે. FBIએ Iran સ્લીપર સેલ સક્રિય હોવાની વાત કરી છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકારે વાત

ઇરાન યુદ્ધની આગ અમેરિકા પહોંચી છે. જેના બે મુખ્ય કારણો છે. પ્રથમ ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ અમેરિકાના કેલિફોર્નિયા પર ડ્રોન હુમલો કરી શકે છે. એફબીઆઇએ આ મામલે એલર્ટ જાહેર કર્યુ છે. ઇરાનના નિશાના પર કેલિફોર્નિયાની મોટી કંપનીઓ છે. ઇરાન ટેક સર્વિસ પર હુમલો કરવા ઇચ્છે છે. બીજુ ઇરાની સ્લીપર સેલ સક્રિય થઇ હોવાની વાત પણ જાહેર કરાઇ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાતનો સ્વીકાર કર્યો છે.

અમેરિકામાં 750 એજન્ટ સક્રિય

ડોનાલ્ડ ટ્રમ્પ પણ રાષ્ટ્રપતિ બન્યા બાદ પૂર્વવતી બાઇડન સરકાર પર ઇરાની સ્લીપર સેલને મજબૂત કરવાનો આરોપ લગાવી ચુક્યા છે. અમેરિકામાં ઇરાની સ્લીપર સેલના એજન્ટો પર ડોનાલ્ડ ટ્રમ્પ, ભૂતપૂર્વ એનએસએ ડોન વોલ્ટનની હત્યાનો પ્રયાસ કર્યાનો આરોપ લગાવી ચુક્યા છે. એફબીઆઇએ કહ્યુ છે કે, ઇરાની સ્લીપર સેલના નિશાના પર ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના ઉચ્ચાધિકારીઓ છે. લોસ એન્જિલ્સમાં રહેતા ઇરાનીઓ પર પણ ઇરાની સ્લીપર સેલનો ખતરો છે.

ઇરાની સ્લીપર સેલ કેવી રીતે કરે છે કામ ?

એફબીઆઇને ઇરાન યુદ્ધ દરમિયાન એક મેસેજ મળ્યો હતો. જે કોડની ભાષામાં હતો. જેનો અર્થ થાય છે કે, તમામ લોકોનો સક્રિય થવાનો સમય આવી ગયો છે. ઇરાને અમેરિકા સહિત અન્ય દેશોમાં પોતાનું સ્લીપર સેલ સક્રિય કર્યુ છે. સ્લીપર સેલનું મુખ્ય કામ ટાર્ગેટ કિલિંગનું છે. જેના કારણે દેશ હિંસાની ચપેટમાં આવી જાય. જેના માટે સ્લીપર સેલના એજન્ટ હત્યારાઓને હાયર કરે છે. પૈસાના જોરે અપરાધીઓને હાયર કરીને હિંસા ભડકાવે છે.

આ પણ વાંચોઃ સાયબર હુમલાઓ બન્યા તીવ્ર, ઇન્ટરનેટ અને એપ્લિકેશન્સ પર નિશાન