એક ભાગ્યશાળી યુવતીને અર્કાસસ પાર્કમાં ફરતા ફરકા 27 હજાર ડોલરનો હીરો મળ્યો. હીરાને હાથમાં ઉઠાવતા જ તે ઘૂંટણિયે બેસી ગઇ અને રડી પડી. હવે તેણે મળેલા આ હીરાથી પોતાની સગાઇની વીંટી બનાવવાનો નિર્ણય કર્યો છે. લગ્નની વીંટી બનાવવા પર પૈસા ખર્ચ કરવાની જગ્યાએ તેણે એક હીરા શોધ અભિયાન હાથ ધર્યુ અને કેટલાંક અઠવાડિયા બાદ તેને હકીકતમાં હીરો મળી ગયો. હવે તેણે વીંટીના સાથે સાથે લગ્નનો ખર્ચ પણ નીકાળી દીધો છે. કારણકે આ હીરાની કિંમત 23 લાખ રૂપિયા છે.


ડાયમંડની શોધમાં અર્કાસસના સ્ટેટ પાર્ક પહોંચી

ન્યૂયોર્કની રિપોર્ટ અનુસાર 31 વર્ષની મિચેર ફોક્સ હીરાની શોધમાં અર્કાસસના ક્રેટર ઓફ ડાયમંડ સ્ટેટ પાર્ક પહોંચી હતી. ત્યાં તે ત્રણ અઠવાડિયા રહી તેમ છતાં તેને કઇ ન મળ્યિ. સામાન્ય દિવસની જેમ તે સવારના સમયે ફરી રહી હતી. તે જ સમયે તેને 2.30 કેરેટનો સફેદ હીરો મળ્યો તેની કિંમત લગભગ 27,000 ડોલર એટલે કે 23 લાખ રૂપિયા છે. જોકે તેની વીંટી બનાવવાનો ખર્ચ 5 લાખ રૂપિયા જ છે.

યુવતીએ ક્યારેય સાચો હીરો નહોતો જોયો

મિચેરનું કહેવુ છે કે આ એક એવી શોધ છે જેનાથી તેના લગ્નના ઘણાં રૂપિયા બચી જશે. મૈનહટ્ટનમાં રહેનારી આ યુવતીએ જણાવ્યુ કે તેણે પોતાના હાથમાં ક્યારેય સાચો હીરો નથી લીધો કે જોયો એટલે તેને નહોતી ખબર કે તે અસલી છે કે નકલી. જ્યારે તેને ખ્યાલ આવ્યો ત્યારે તે જોઇને રડવા લાગી.

ત્રણ અઠવાડિયાની શોધ બાદ નસીબ બદલાયું

જોકે, ફોક્સનું નસીબ 29 જુલાઇ સવારે 11 વાગ્યે બદલાયું. પાર્કમાં તેને છેલ્લાં દિવસે તેના પગ પાસે કઇક ચમકતુ દેખાયુ. ફોક્સે પહેલા વિચાર્યુ કે તે ઝાકળથી ઢંકાયેલું મેઘધનુષ્ય કરોળિયાનું જાળું હશે.પરંતુ તેને સહેજ ખસેડ્યા બાદ તેને ચમક દેખાઇ અને તેને થયું કે તેણે કોઇ ખજાનો મેળવી લીધો છે. પાર્કના ડાયમંડ ડિસ્કવરી સેન્ટરના વિશેષજ્ઞોએ પુષ્ટિ કરી છે કે ફોક્સને બે કેરેટથી પણ વધારે વજનનો એક સફેદ હીરો મળ્યો છે. આ લગભગ માણસના એક દાંતના આકારનો છે. આ ડાયમંડને તેણે પોતાના અને પોતાના ફિયોન્સના સન્માનમાં ફોક્સ-બલ્લૂ ડાયમંડ નામ આપ્યું છે. 

  • Follow us on: