ટેરિફ સાથે જોડાયેલો છે. તાજેતરમાં, યુએસ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે, તે સમયે લાદવામાં આવેલા ઘણા વધારાના ટેરિફ કાયદેસર રીતે અમાન્ય હતા. આ ચુકાદા બાદ હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે સરકાર દ્વારા વસૂલવામાં આવેલા અબજો ડોલરના આ ટેરિફ કોને પાછા મળશે?


વિવાદનું મૂળ શું છે?

યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) એ ટેરિફ રિફંડની પ્રક્રિયા માટે એક ઓનલાઈન સિસ્ટમ તો શરૂ કરી છે, પરંતુ કાયદાકીય અસ્પષ્ટતાએ મૂંઝવણ ઊભી કરી છે. મુખ્ય વિવાદ એ વાત પર છે કે, શું આ રિફંડ માત્ર એ જ કંપનીઓને મળવું જોઈએ જેમણે સરકાર સામે કાયદાકીય લડત લડીને કેસ દાખલ કર્યા હતા, કે પછી જે તમામ આયાતકારોએ આ વધારાનો ટેરિફ ચૂકવ્યો હતો તે દરેકને રિફંડ મળવું જોઈએ?

ન્યાયતંત્ર અને સરકારની સ્થિતિ

ન્યુ યોર્કની 'કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ'ના ન્યાયાધીશ રિચાર્ડ ઈટને આ મામલે સરકારની કાનૂની દલીલો પર પ્રશ્નો ઉઠાવ્યા છે. ન્યાયાધીશે નોંધ્યું હતું કે જોકે સરકાર લાયક કંપનીઓને રિફંડ આપવા માટે તૈયાર છે, પરંતુ ન્યાય વિભાગ દ્વારા અપનાવવામાં આવતી કડક કાનૂની પદ્ધતિઓ આ પ્રક્રિયાને બિનજરૂરી રીતે જટિલ બનાવી રહી છે. ન્યાયાધીશના મતે, સરકારનો અભિગમ ઘણીવાર ન્યાયિક અને વહીવટી હિતો સાથે મેળ ખાતો નથી, જેનાથી રિફંડ મેળવવાની પ્રક્રિયા વધુ લાંબી અને ગૂંચવણભરી બની શકે છે.

કોને થશે સૌથી વધુ ફાયદો?

આ કેસનું પરિણામ હજારો અમેરિકન કંપનીઓ માટે નિર્ણાયક સાબિત થશે. જો કોર્ટ એવો ચુકાદો આપે છે કે તમામ અસરગ્રસ્ત આયાતકારો રિફંડ મેળવવા પાત્ર છે, તો જે કંપનીઓએ પાછલા વર્ષોમાં ભારે આયાત કરીને ટેરિફનો મોટો બોજ વેઠ્યો હતો, તેમને અબજો ડોલરનું વળતર મળી શકે છે. આનાથી વ્યવસાયોને મોટી આર્થિક રાહત મળશે. બીજી તરફ, જો ન્યાય વિભાગની દલીલ માન્ય રાખવામાં આવે અને રિફંડ માત્ર કેસ કરનાર કંપનીઓ પૂરતું મર્યાદિત રહે, તો મોટી સંખ્યામાં આયાતકારો આ લાભથી વંચિત રહી જશે.

કોર્ટનો અંતિમ નિર્ણય કરશે નક્કી

હાલમાં, આ સમગ્ર મામલો 'યુએસ કોર્ટ ઓફ અપીલ્સ'માં પહોંચ્યો છે. આ કોર્ટનો અંતિમ નિર્ણય જ નક્કી કરશે કે આ રિફંડનો લાભ કેટલો વ્યાપક હશે અને કઈ કંપનીઓના ખિસ્સા ભરાશે. સમગ્ર ઉદ્યોગ જગતની નજર હવે આ મહત્ત્વપૂર્ણ ચુકાદા પર ટકેલી છે.

આ પણ વાંચોઃ PM મોદીનો મેગા રેકોર્ડ, 4399 દિવસનો કાર્યકાળ કર્યો પૂર્ણ, અનેક શહેરોમાં ઉજવણી

  • Follow us on: