અફઘાનિસ્તાનમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વી અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં શનિવારે સવારે એક શાળામાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં અનેક નિર્દોષ વિદ્યાર્થીઓનાં મોત થયાં છે, જ્યારે ઘણા બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી છે. કુનાર પ્રાંતીય પોલીસ મુખ્યાલયના પ્રવક્તા ફરીદ દેહકાને આ ઘટનાની પુષ્ટિ કરી છે.

ફરીદ દેહકાનના જણાવ્યા અનુસાર, સવારે આશરે 10 વાગ્યે પ્રાંતના અંદાર સેર (Andar Ser) વિસ્તારમાં આવેલી એક શાળામાં આ વિસ્ફોટ થયો હતો. જોકે, મૃતક અને ઘાયલ વિદ્યાર્થીઓની ચોક્કસ સંખ્યા હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને કુનાર પ્રાંતની તપાસ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ વિસ્ફોટનું કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે.

https://x.com/MahazOfficial1/status/2126576899929628923?a=P4EFj98Eso8rxMZ0Nos&s=20

વિસ્ફોટથી શાળાની ઇમારત ધરાશાયી

મળતી માહિતી મુજબ, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે શાળાની ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી. કેટલાક બાળકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. આ ઘટના બાદ અસદાબાદ બજાર બંધ કરી દેવામાં આવ્યું છે અને તાલિબાન સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આ વિસ્ફોટમાં 30થી વધુ બાળકોનાં મોત થયાં છે, જ્યારે આશરે 40 અન્ય બાળકો ઘાયલ થયા છે. વિસ્ફોટ બાદ ઘટનાસ્થળે અફરાતફરી અને ચીસાચીસી મચી ગઈ હતી. આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કાટમાળમાંથી બાળકોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યાં હતાં.

https://x.com/PamirWatch/status/2126592698677367044?a=E426_euIceiRFJf_Abk&s=20

કાટમાળમાં દટાયેલા બાળકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આ વિસ્ફોટમાં 30થી વધુ બાળકોનાં મોત થયાં છે, જ્યારે આશરે 40 અન્ય બાળકો ઘાયલ થયા છે. વિસ્ફોટ બાદ ઘટનાસ્થળે ચીસાચીસી અને અફરાતફરી મચી ગઈ હતી. આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કાટમાળમાં દટાયેલા બાળકોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યાં હતાં.

બીજી તરફ, અલ જઝીરાએ પોતાના અહેવાલમાં 7 વિદ્યાર્થીઓનાં મોત થયાં હોવાની પુષ્ટિ કરી છે, જ્યારે 97 અન્ય લોકો ઘાયલ થયા હોવાની માહિતી આપી છે. કુનાર પ્રાંતીય હોસ્પિટલના વડા માવલા દાદે અલ જઝીરાને જણાવ્યું હતું કે આ આંકડા પ્રાથમિક છે અને તેમાં વધારો થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઓગસ્ટમાં પણ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના એક સ્કૂલ કોમ્પ્લેક્સમાં હેન્ડ ગ્રેનેડથી હુમલો થયો હતો. આ હુમલામાં 9થી 14 વર્ષની વયનાં 40 બાળકો ઘાયલ થયાં હતાં.

આ પણ વાંચો:Yashasvi Jaiswal: WTCમાં યશસ્વી જયસ્વાલનો શરમજનક રેકોર્ડ, વિરાટ કોહલીને પાછળ છોડી આ યાદીમાં પ્રથમ ક્રમે!