અફઘાનિસ્તાનમાં સોમવારે 3 નવેમ્બરે સવારના સમયે જોરદાર ભૂકંપના આંચકા મહેસૂસ થયા હતા. આ ઘટનામાં આશરે 7 લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થવાના અહેવાલ સામે આવ્યા છે.
અફઘાનિસ્તાનના ઉત્તરી ભાગમાં આવ્યો ભૂકંપ
અફઘાનિસ્તાનમાં ફરી એક વખત ધરા ધ્રુજી ઉઠી છે. 3 નવેમ્બર સોમવારના દિવસે સવારના સમયે જોરદાર ભૂકંપ આવ્યો હતો. યુએસ જિયોલોજીકલ સર્વે અનુસાર રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.3 નોંધાવા પામી હતી. રિપોર્ટ પ્રમાણે ભૂકંપમાં અનેક લોકોના મોતના અહેવાલ છે. સ્થાનિય અધિકારીઓ અનુસાર ભૂકંપમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત નીજપજ્યા છે. આ ભૂકંપ અફઘાનિસ્તાનના ઉત્તરી ભાગમાં આવ્યો છે. જ્યારે આજથી લગભગ બે મહિના પહેલા દેશના પૂર્વી ભાગમાં આવેલા 2200થી વધારે લોકો મોતને ભેટ્યા હતા.













