અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તકી આવતા અઠવાડિયે ભારત પ્રવાસે આવી રહ્યા છે. તાલિબાનની સત્તામાં આવ્યા બાદ અફઘાનિસ્તાનના કોઇ નેતાની આ પહેલી સત્તાવાર ભારત યાત્રા હશે. અમીર ખાન મુત્તકી 9 ઓક્ટોમ્બરે નવી દિલ્હી આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મુત્તાકી ગયા મહીને નવી દિલ્હી આવવાના હતા. પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રતિબંધો હેઠળ તેના પર લગાવેલી યાત્રા પ્રતિબંધના કારણે તેમની યાત્રા રદ્દ કરી દેવામાં આવી હતી.


સુરક્ષા પરિષદે 30 સપ્ટેમ્બરે આપી હતી યાત્રાની મંજૂરી

હવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે હવે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તકીની ભારતની મુસાફરી માટે મુસાફરી પ્રતિબંધોમાંથી મુક્તિને મંજૂરી આપવામાં આવી છે.મુત્તકી 9થી 16 ઓક્ટોમ્બર સુધી ભારત પ્રવાસ પર આવશે, સુરક્ષા પરિષદના પ્રસ્તાવ 1988 હેઠળ તાલિબાનથી જોડાયેલા કેટલાંક લોકો પર યાત્રા પર પ્રતિબંધ લાગુ છે. જોકે, પરિષદની પાસે આધિકારીક કર્તવ્યો અથવા સારવારને લઇને છૂટ આપવાનો અધિકાર છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે એક નિવેદનમાં જણાવ્યુ કે 30 સપ્ટેમ્બર 2025એ સુરક્ષા પરિષદ સમિતિએ અમીર ખાન મુત્તકીની 9 થી 16 ઓક્ટોમ્બર 2025 સુધી નવી દિલ્હી યાત્રા માટે પ્રતિબંધોમાં છૂટ આપવાની મંજૂરી આપી દીધી છે.

મે મહિનામાં જયશંકર અને મુત્તકી વચ્ચે થઇ હતી વાતચીત

અફઘાન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે મુત્તકી 6 ઓક્ટોબરના રોજ મોસ્કો ફોર્મેટ વાટાઘાટોના સાતમા રાઉન્ડમાં ભાગ લેવા માટે પહેલા મોસ્કો જશે. ત્યાર બાદ તે ભારત જશે.મુત્તકીની યાત્રાથી અફઘાનિસ્તાનની તાલિબાન સરકાની સાથે ભારતના સંબંધ વધુ મજબૂત થવાની આશા છે. આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે 15 મેના રોજ મુત્તકી સાથે ફોન પર વાતચીત કરી હતી. તાલિબાનના સત્તામાં આવ્યા બાદ આ ભારત અને કાબુલ વચ્ચે પહેલી ઉચ્ચસ્તરીય વાતચીત હતી. ભારતે હજુ સુધી તાલિબાનને માન્યતા નથી આપી અને કાબુલમાં એક સમાવેશઈ સરકારના ગઠનની વકાલત કરી રહ્યુ છે. 

  • Follow us on: