ભારતીય માગરિકો માટે વિદેશમાં રહેવા કે કામ કરવા અંગેની પહેલી પસંદગી કોઈ દેશ હોય તો એ છે અમેરિકા. જગત જમાદાર અમેરિકા જે ભારતનો મિત્ર દેશ હોવાના વિશ્વ ભરમાં બણગાં ફૂંકે છે તે ખરા અર્થમાં ભારતનો હિતેચ્છુ દેશ છે કે કેમ તે હવે એકદમ સ્પષ્ટ થઈ ગયું છે, કેમ કે હવે અમેરિકાએ નોન-ઇમિગ્રન્ટ વિઝાના નિયમોમાં ફેરફાર કરીને ભારતને વધુ એક ઝટકો આપ્યો છે.

નોન-ઇમિગ્રન્ટ વિઝા નિયમોમાં ફેરફાર

અમેરિકા જવા ઇચ્છુક લોકો માટે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી ઝટકો લાગે એવા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ તેના નોન-ઇમિગ્રન્ટ વિઝા નિયમોમાં ફેરફાર કર્યો છે જે કારણથી હવે આગામી સમયમાં અમેરિકા જવા ઇચ્છુક તમામ ભારતીય નાગરિકોને વિઝા ઇન્ટરવ્યુ માટે વધારે રાહ જોવી પડે કઈક એવો ઘાટ ઘડાયો છે. મળતી માહિતી મુજબ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે 6 સપ્ટેમ્બરના રોજ તમામ નોન-ઇમિગ્રન્ટ અરજદારો માટે વિઝા ઇન્ટરવ્યુ એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવા માટેની તેની સૂચનાઓ અપડેટ કરી છે.

એપોઇન્ટમેન્ટ મેળવવા માટે પડોશી દેશોમાં જવાનો વિકલ્પ સમાપ્ત

ટ્રમ્પ સરકાર તરફથી તેના નોન-ઇમિગ્રન્ટ વિઝા નિયમોમાં ફેરફાર કર્યા બાદ ભારતીયો પડોશી દેશોમાં જઈને એપોઇન્ટમેન્ટ લેવાની જે તરકીબ ભારતીયો અપનાવતા હતા તે ઉપર પણ હવે રોક લાગી જશે કેમ કે હવે નવો નિયમ આવ્યા બાદ અરજદારોએ પોતાના દેશમાં જ એપોઇન્ટમેન્ટ લેવી પડશે જે કારણથી એપોઇન્ટમેન્ટ મેળવવા માટે પડોશી દેશોમાં જવાનો વિકલ્પ હવે ભારતીય નાગરિકો માટે એકદમ સમાપ્ત થઈ ગયો છે.

રહેઠાણના સ્થળે ઇન્ટરવ્યુ માટે એપોઇન્ટમેન્ટ લેવી પડશે

ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ વિવાદના કારણે પહેલી થોડી ચકમક જરી રહી છે તેવામાં આ નવો વિવાદ થતાં બંને દેશોના સંબંધોમાં ખટાશ વધારે આવી શકે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવેલ માહિતી મુજબ હવે નોન-ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરનારાઓએ તેમના રહેઠાણના સ્થળેથી ઇન્ટરવ્યુ માટે એપોઇન્ટમેન્ટ બાબતની અરજી આપવી પડશે . આ નવા નિયમ બાદ ભારતીયો એપોઇન્ટમેન્ટ લેવા અન્ય દેશની જે મુલાકાત લેતા હતા તે હવે શક્ય નહીં બને. 
  • Follow us on: