ગયા એક મહિનાથી જાપાન 'દેશવ્યાપી ફ્લૂ મહામારી'ના સંકટમાંથી પસાર થઈ રહ્યો છે, જ્યાં હાલાત એટલા બગડી ગયા છે કે સરકારે 130 થી વધુ સ્કૂલો, કિંડરગાર્ટન અને ચાઈલ્ડકેર સેન્ટરોને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવો પડ્યો છે. હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. માહિતી મુજબ 12 ઑક્ટોબર સુધી 4000થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાપાનમાં પરિસ્થિતિ બગડી રહી છે, એ વચ્ચે એક રિપોર્ટ અનુસાર મલેશિયામાં પણ ફ્લૂનો વ્યાપક પ્રભાવ જોવા મળ્યો છે.

પરિસ્થિતિ વધુ વણસી

માહિતી અનુસાર, હાલ દેશમાં અંદાજે 6,000 વિદ્યાર્થીઓ ઇન્ફ્લૂએન્ઝાથી સંક્રમિત થયા છે. બાળકો અને શિક્ષકોની સુરક્ષા ધ્યાનમાં રાખીને અનેક સ્કૂલોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જાપાન પછી હવે મલેશિયામાં પણ ફ્લૂનો પ્રકોપ અને તેના કારણે સ્કૂલો બંધ થવાની અને હાલાત બગડવાની ખબર લોકોમાં ડર ફેલાવી રહી છે. હવે પ્રશ્ન ઊઠી રહ્યો છે કે શું આખી દુનિયા ફરી એકવાર કોરોનાની જેમ કોઈ મહામારીની ચપેટમાં આવવાની છે?

જાપાનમાં જોવા મળી રહી છે ફ્લુની સમસ્યા

ગયા મહિને દેશભરમાં 97 ઇન્ફ્લુએન્ઝાના ક્લસ્ટરોની સૂચના આપવામાં આવી. જે છેલ્લા અઠવાડિયાથી વધી રહ્યા છે. સામાન્ય રીતે આ મામલામાં કિન્ડરગાર્ડન્સમાં રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે. મલેશિયા પહેલા જાપાનમાં પણ કઇક પરિસ્થિતિ એવી જ હતી. જાપાનમાં આશરે 3 હજાર હોસ્પિટલો મળીને ફ્લુ દર્દીઓને દાખલ કરવાની સૂચના આપવામાં આવી છે. ઓકિનાવા, ટોક્યો અને કાગોશિમા શહેર સૌથી વધારે પ્રભાગ જોવા મળ્યો છે. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે આ વર્ષે ફ્લુના મામલે હવામાન વિભાગની અપેક્ષાથી પાંચ અઠવાડિયા પહેલા જોવા મળી છે. જેને સ્વાસ્થ્ય સેવાઓ પર ન માત્ર વધુ દબાણ વધાર્યો સાથે સ્વાસ્થ્યને લઇને અનેક પડકારો પણ જોવા મળી રહ્યા છે. 
  • Follow us on: