ચીન સાથેના ઉતાર-ચડાવની સ્થિતિ વચ્ચે ભારતના મિત્ર જાપાને એક મોટુ પગલુ ભર્યું છે. તેણે સમુદ્રી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એક ખાસ એન્ટી શિપ મિસાઈલ સિસ્ટમ લોન્ચ કરી છે. આ ચીન માટે તબાહીનું કારણ બની શકે છે. જાપાને 8 જૂનના રોજ શિજુઓકામાં ફૂજી ફાયરપાવર અભ્યાસ દરમિયાન 12 કોસ્ટલ ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ જાહેર કરી હતી. આ લાંબા અંતરની કોસ્ટ ડિફેન્સ મિસાઈલ લોન્ચર છે.
જાપાન ગ્રાઉન્ડ સેલ્ફ-ડિફેન્સ ફોર્સે નવા લાંબા અંતરના આ કોસ્ટલ ડિફેન્સ મિસાઈલ લોન્ચરને પહેલી વખત સાર્વજનિક કર્યું હતું. આ મિસાઈલસિસ્ટમ જમીન પર રહીને સમુદ્રનું રક્ષણ કરે છે. તેનું સૌથી મહત્વનું કામ દુશ્મનના ઠેકાણાઓને શોધવાનું છે. આ સાથે તે તેમને ટ્રેક કરે છે અને તેને ધ્વસ્ત કરવામાં પણ સક્ષમ છે. તેની રેન્જ લગભગ 1000 કિલોમીટર છે. આ ચીન જેવા ખતરનાક દેશ માટે એલર્ટ કરતા ઓછુ નથી.












