જે વાતનો ડર હતો એ જ થયું. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. જેના પછી ઈરાને પણ ઈઝરાયલ પર મિસાઈલો છોડીને ભારે તબાહી મચાવી છે. ઈઝરાયલના સરકારી મિડીયા પાસેથી મળતી માહિતી અનુસાર ઈરાને ઈઝરાયલ પર 30 મિસાઈલો છોડી છે. IDF એ ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે ઈઝરાયલ રાજ્ય તરફ મિસાઈલો છોડવામાં આવી છે. જનતાને અપીલ કરવામાં આવી છે કે હોમ ફ્રન્ટ કમાંડના આદેશોનું પાલન કરવાનું શરુ રાખો
IDFએ જોર આપીને એ પણ જણાવ્યું છે કે હીટ થનારી ફૂટેજો અને જગ્યાઓને શેર ન કરો. ઈરાનના આ હુમલાના અવાજો તેલ અવીવ, હાઈફા અને યરુશલમમાં સંભળાય છે. આ સાથે ઈઝરાયલના ઘણા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સાયરન વાગી રહ્યા છે.













