રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફ પર અમેરિકી સુપ્રીમ કોર્ટે આજે પણ કોઈ નિર્ણય સંભળાવ્યો નથી. કોર્ટે આ કેસના નિર્ણયને બીજી વખત ટાળી દીધો છે. આ પહેલા 9 જાન્યુઆરીએ કોર્ટે નિર્ણય આપવાનો ટાળ્યો હતો. હવે આ કેસ પર નિર્ણય ક્યારે આવશે, કોર્ટ તરફથી હાલમાં તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.


આ કેસ અનિશ્ચિતતામાં ફસાયેલો છે

સુપ્રીમ કોર્ટે આજે 3 અન્ય કેસમાં જરૂરી નિર્ણય સંભળાવ્યા છે પણ ટેરિફથી જોડાયેલા કેસ પર ના કોઈ ચર્ચા થઈ કે ના કોઈ સ્પષ્ટતા કરવામાં આવી કે આગામી સુનાવણી ક્યારે થશે કે નિર્ણય ક્યારે આવી શકે છે. હાલમાં આ કેસ અનિશ્ચિતતામાં ફસાયેલો છે. આ કેસ એ વાતની તપાસમાં જોડાયેલો છે કે શું રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના બંધારણીય અને કાયદાકીય અધિકારોથી આગળ વધીને લગભગ તમામ મોટા અમેરિકી વેપારી ભાગીદારો પર 10 ટકાથી 50 ટકા સુધીના ટેરિફ એકતરફી રીતે લગાવી દીધા છે?

IEEPA કાયદાનો ઉદ્દેશ્ય ઈમરજન્સી સ્થિતિમાં લડવાનો હતો

ટ્રમ્પે આ ટેરિફને યોગ્ય ઠેરવવા માટે 1977 ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટનો ઉપયોગ કર્યો અને વેપાર નુકસાન અને ફેન્ટાનાઈલ જેવા ગેરકાયદેસર ડ્રગ્સની હેરફેરને 'રાષ્ટ્રીય ઈમરજન્સી' જાહેર કરવામાં આવી છે. ત્યારે ડેમોક્રેટ શાસિત 12 અમેરિકી રાજ્યોના વેપારીઓ તરફથી દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું કે IEEPA કાયદાનો ઉદ્દેશ્ય ઈમરજન્સી સ્થિતિમાં લડવાનો હતો, વ્યાપક વેપારી નીતિ લાગુ કરવા માટે નહતો. અરજીકર્તાઓનું કહેવું છે કે ટેરિફ નક્કી કરવાનો અધિકાર મુખ્ય રીતે કોંગ્રેસની પાસે છે ના કે રાષ્ટ્રપતિની પાસે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ નીચલી ફેડરલ કોર્ટે ટ્રમ્પ સરકારના ઘણા ટેરિફને ગેરકાયદેસર ગણાવી ચુકી છે, ત્યારબાદ આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. નવેમ્બર 2025માં થયેલી મૌખિક સુનાવણી દરમિયાન સંકેત મળ્યા હતા કે રૂઢિવાદી અને ઉદારવાદી બંને પ્રકારના જ્જ રાષ્ટ્રપતિની ઈમરજન્સી શક્તિઓના આ એક્સપ્લેનેશનને લઈ શંકામાં છે.   

આ પણ વાંચો: World News: રશિયા અને ઈરાન સહિત 75 દેશોને Americaમાં પ્રવેશ અપાશે નહીં, વીઝા કરાયા સસ્પેન્ડ


  • Follow us on: