જેનમાર્કે અપીલ કરી છે કે, ગ્રીનલેન્ડ પર કરાર તૂટ્યો તો યૂરોપ તેની મદદ કરે. NATO દેશ થઇને અમેરિકા ગ્રીનલેન્ડ પર નિયંત્રણની ઇચ્છા રાખે છે.
NATO વચ્ચેના અથડામણનું મુખ્ય કારણ
ગ્રીનલેન્ડ મામલે અમેરિકા રાજનીતિમાં લેવાઇ રહેલા પગલા યૂરોપની સાથે સમગ્ર NATO ગઠબંધનને અસહજ સ્થિતિમાં નાંખી રહ્યુ છે. રિપબ્લિકન સાંસદ રૈન્ડી ફાઇન તરફથી રજૂ કરવામાં આવેલા ગ્રીનલેન્ડ અનેક્સેશન એન્ડ સ્ટેટહુડ એક્ટ માત્ર અમેરિકી સ્થાનિક બિલ નથી રહ્યુ. તે હવે અમેરિકા અને તેની નજીકી સેના ગઠબંધન NATO વચ્ચેના અથડામણનું મુખ્ય કારણ બન્યુ છે.
ગ્રીનલેન્ડ ડેનમાર્ક આધીન સ્વાયત્ત ક્ષેત્ર
ગ્રીનલેન્ડ અનેક્સેશન એન્ડ સ્ટેટહુડ એક્ટનો ઉપયોગ એ સાબિત કરે છે કે, અમેરિકાને કાયદાકીય માર્ગ મોકળો કરવો અને ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવીને તેને અમેરિકાનું રાજ્ય બનાવવું. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ પણ કહ્યુ છે કે, ગ્રીનલેન્ડ તેમના માટે મહત્ત્વનું છે. ગ્રીનલેન્ડ ડેનમાર્ક આધીન સ્વાયત્ત ક્ષેત્ર છે. અને ડેનમાર્ક NATOનું સભ્ય છે. જો અમેરિકા જબરદસ્તી ગ્રીનલેન્ડ પર કબ્જો મેળવે છે તો તે NATOની અંદર મોટું સંકટ પેદા કરી શકે છે.
યૂરોપની સ્વતંત્ર રક્ષા ક્ષમતા મોટો પડકાર
આ તમામની વચ્ચે પ્રશ્ન એ ઉભો થાય છે કે, NATO અને યૂરોપીય સંઘ ભલે ગ્રીનલેન્ડની સુરક્ષાની વાત કરતા હોય પરતું હકીકતમાં શું તે અમેરિકાની શક્તિશાળી સેના સામે લડી શકશે?. અમેરિકા NATOનું સૌથી મોટું સૈન્ય અને આર્થિક સ્તંભ રહ્યુ છે. હવે અમેરિકા વિરુદ્ધ બળવો કરવો એ NATO માટે સૌથી મોટી પરીક્ષા રહેશે. કુબિલિયસએ જરુર કહ્યુ છે કે, યૂરોપીય સંઘ જરુર પડવા પર ગ્રીનલેન્ડને સુરક્ષા પણ આપી શકે છે. પરંતુ શું અમેરિકા વિના યૂરોપની સ્વતંત્ર રક્ષા ક્ષમતા એક મોટો પડકાર રહેશે.
