રશિયા અને યુક્રેન યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ધમકી આપી છે . ટ્રમ્પે કહ્યું હતું કે, જો 50 દિવસમાં યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે કોઈ સમજૂતી નહીં થાય તો રશિયા પર આકરો ટેરિફ લાદવામાં આવશે. રશિયા અને ભારત એકબીજાના ગાઢ મિત્રો છે. અગાઉ ભારતે રશિયાને યુદ્ધ સમાપ્ત કરવા મુદ્દે ચર્ચા કરી હતી


ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું-યુદ્ધ સમાપ્ત કરો....

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, 'આ વખતે અમેરિકા રશિયા પર 100 ટકા સેકેંડરી ટેરિફ લાદશે . હું ઘણી વસ્તુઓ માટે વેપારનો ઉપયોગ કરું છું પરંતુ તે યુદ્ધને સમાપ્ત કરવામાં સારું સાબિત થશે. હું પુતિનને હત્યારા કહેવા માંગતો નથી પરંતુ તે એક કઠોર વ્યક્તિ છે. ' હું રાષ્ટ્રપતિ પુતિનથી નિરાશ છું કારણ કે મેં બે મહિના પહેલા વિચાર્યું હતું કે આપણે યુદ્ધનો અંત લાવવા માટે એક કરાર પર પહોંચીશું. મને લાગ્યું કે તે જે કહે છે તે કરે છે. તેઓ સારી રીતે વાત કરે છે અને રાત્રે લોકો પર બોમ્બ ફેંકે છે આવુ મને ગમતું નથી.

ટ્રમ્પ યુક્રેનને કરશે આ મદદ!

ટ્રમ્પે પહેલા સેકેંડરી ટેરિફ વિશે વાત કરી હતી જે રશિયા સાથે વેપાર કરતા દેશો પર લાદવામાં આવશે. નાટો સેક્રેટરી જનરલ સાથેની મુલાકાતમાં, ટ્રમ્પે યુક્રેનને શસ્ત્રો પૂરા પાડવાની માહિતી આપી જેમાં પેટ્રિઅટ મિસાઇલ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે નાટો અમેરિકા પાસેથી અબજો ડોલરના લશ્કરી શસ્ત્રો ખરીદશે જે યુક્રેનને પહોંચાડવામાં આવશે.

પુતિનથી નારાજ છે ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેઓ પુતિનથી ખુશ નથી અને રશિયા પર વધારાના પ્રતિબંધો લાદવાનું વિચારી રહ્યા છે. તેમણે રશિયા- યુક્રેન યુદ્ધમાં વધતા મૃત્યુ પર નિરાશા વ્યક્ત કરી હતી. ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન યુદ્ધનો ટૂંક સમયમાં અંત લાવવાનું વચન આપ્યું હતું. પુતિને શાંતિની વાત કરી હતી પરંતુ તેઓ યુક્રેનિયન શહેરો પર પણ હુમલો કરવાનું ચાલુ રાખી રહ્યા હતા .


  • Follow us on: