પેંટાગન હવે જનરલ મોટર્સ અને ફોર્ડ જેવી કાર નિર્માતા કંપનીઓને હથિયાર બનાવવાના ઓર્ડર અંગે વિચાર કરી રહી છે.
ટ્રમ્પ સરકાર ચિંતામાં
વિશ્વના વિવિધ ભાગોમાં ફેલાયેલા યુદ્ધમાં અમેરિકા પાસે હથિયારોની અછત જોવા મળી રહી છે. ઇરાન સાથેના યુદ્ધમાં અમેરિકા હવે ફસાતુ જોવા મળી રહ્યુ છે. જે બાદ અમેરિકામાં હવે નવી તૈયારીઓ શરુ કરાઇ છે. ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ઇચ્છે છે કે, ઓટોમેકર અને બીજા અમેરિકી ઉત્પાદનો હથિયાર બનાવવા માટે ભૂમિકા બજાવે. અમેરિકાની આ અપીલ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન કરવામાં આવેલી પ્રેક્ટ્રીસની યાદ અપાવે છે.
કાર બનાવનાર કંપનીઓ ચર્ચામાં
વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓએ જનરલ મોટર્સની મેરી બારા અને ફોર્ડ મોટરના જીમ ફાર્લે સહિત કેટલીક કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓની સાથે હથિયાર અને બીજા મિલિટ્રી સપ્લાઇ બનાવવા બાબતે વાતચીત કરાઇ છે. આ મોટર્સ કંપનીઓ લાંબા સમયથી અમેરિકી સુરક્ષા એજન્સીઓને વ્હીકલ પ્રોવાઇડ કરી રહી હતી.
અમેરિકામાં હથિયારોની અછત
યૂક્રેન અને ઇરાનમાં યુદ્ધના કારણે જથ્થો ઓછો થતા અમેરિકા ચિંતામાં મુકાયુ છે. પેંટાગન આ કંપનીઓને પોતાના કર્મચારી અન ફેક્ટ્રીની ક્ષમતાનો ઉપયોગ કરવા હથિયારો અને બીજા સાધનોના પ્રોડક્શન વધારવામાં મદદ કરવામાં રુચી લઇ રહ્યુ છે. ડિફેન્સ અધિકારીઓએ કહ્યુ છે કે, પારંપરિક ડિફેન્સ કંપનીઓનો સપોર્ટ કરવા માટે અમેરિકી ઉત્પાદનોની જરુરત પડી શકે છે. ડિફેન્સ અધિકારીઓ સાથે વાતચીતમાં સામેલ કંપનીઓમાં GE એયરોસ્પેસ અને ગાડી તથા મશીનરી બનાવનાર કંપની ઓશકોશ પણ સામેલ છે.
આ પણ વાંચોઃ Turmeric Milk કઇ ઋતુમાં કેટલુ પીવુ જોઇએ, જાણો શું કહે છે નિષ્ણાંતો?
