ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઇને 6 વખત વાતચીત થઇ ચૂકી છે. પંરતુ અત્યાર સુધી કોઇ અંતિમ પગલું નથી ભરવામાં આવ્યુ. જોકે, ડોનાલ્ડ ટ્ર્મ્પ છેલ્લા કેટલાય સમયથી દાવા કરતા આવ્યા છે કે બંને દેશો વચ્ચે પોઝિટિવ ડીલ થવાની તૈયારીમાં જ છે. હવે વિદેશ તરફથી ભારત યુએસ વચ્ચેની ડીલ જલ્દી જ પૂરી થવાની વાત કહી છે અને અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે હાલ ભારત પર લાગુ યુએસ 50 ટકા ટેરિફ ઘટાડીને 20 ટકા કરી દેવામાં આવી શકે છે.
2025 વર્ષના અંત સુધી ડીલ થશે ફાઇનલ
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર અપડેટ આપતા નોમુરા દ્વારા આ માહિતી શેર કરાઇ અને કહેવામાં આવ્યુ કે અમેરિકા ભારત વચ્ચે વેપાર સમજૂતીનુ પરિણામ હજુ પણ અનિશ્ચિત બનાવેલી છે. બંને પક્ષો તરફથી સકારાત્મક સંકેત મળવા છતા હજુ સુધી હસ્તાક્ષર કરવામાં આવ્યા નથી. જોકે વિદેશી બ્રોકરેજ ફોર્મનુ માનવુ છે કે સમજૂતી પર જલ્દી જ સાઇન કરવામાં આવશે અને યુએસ ભારત પરનો ટેરિફ ઘટાડીને 50 ટકાથી 20 ટકા કરી દેશે. આશા કરવામાં આવી રહી છે કે બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ આ વર્ષના અંત સુધી થઇ જશે.













