અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે ટ્રકો પર પણ ટેરિફ લગાવી દેવામાં આવ્યો છે અને દરેક દેશોએ 1 નવેમ્બર 2025થી ટ્રકના ઇમ્પોર્ટ પર 25 ટકા ટેરિફ આપવું પડશે. ટ્રમ્પે ટ્રક પર ટેરિફ લગાવવા પાછળ અમેરિકાના ટ્રક નિર્માતાઓને લાભ પહોંચાડવાની કોશિશની વાત કરી છે.


25% વધુ ટેરિફ 

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી એક વખત ટેરિફ લગાવ્યો છે અને આ વખતે દરેક દેશોએ અમેરિકાને ટ્રકોની સપ્લાય કરવા પર ટેરિફ આપવું પડશે. જી હાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે મધ્યમ ભાર વાળા અને ભારે ટ્રકો પર 25 ટકા ટેરિફ લગાવી દીધો છે. જે એક નવેમ્બરથી લાગુ થઇ જશે. એવામાં હવે એક નવેમ્બર બાદ અમેરિકાને સપ્લાય કરવા વાળા ટ્રકો પર દેશોએ ટેરિફ આપવો પડશે.

ટ્રકો પર ટેરિફ લાદવાનો હેતુ શું છે?

આપને જણાવી દઇએ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સપ્ટેમ્બરમાં છેલ્લે ટ્રકો પર ટેરિફ લગાવવાનુ એલાન કર્યુ હતુ, જેને 1 ઓક્ટોમ્બરથી લાગુ કરવાનું હતુ. પરંતુ ઇન્ડસ્ટ્રી તરફથી નુકસાન થવાની દલીલી આપ્યા બાદ તેને એક મહિના માટે ટાળી દેવામાં આવ્યુ હતુ. તો ટ્રક પર ટેરિફ લગાવવાનો હેતુ અમેરિકી કંપનીઓને વિદેશી પ્રતિસ્પર્ધાથી બચવા અને ઘરેલુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવો છે. અમેરિકાના ટ્રક નિર્માતાઓને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ છે.

ઘરેલુ ટ્રક ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યુ કે ટ્રકો પર ટેરિફ લગાવવાથી ઘરેલુ ટ્રક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે. અમેરિકાની ટ્રક નિર્માતા કંપનીઓ, ટ્રક નિર્માતાઓ, વર્કરો અને મજૂરોને ફાયદો થશે. વિદેશોથી આયાત થવાથી ઘરેલુ કંપનીઓ નબળી પડી રહી હતી. પરંતુ હવે એવું નહી થાય. હવે ટ્રક દેશમાં જ બનશે અને પોતાના દેશવાસીઓને જ વેચવામાં આવશે. સરકરાની પોલીસી અમેરિકામાં આ ફર્સ્ટ છે. આ લાવવાનું કારણે અમેરિકાના વેપાર નુકસાનને ઓછું કરવુ છે.


  • Follow us on: