ફ્રાન્સમાં ચાલી રહેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનોને લઈને એક અત્યંત ચોંકાવનારો આંતરરાષ્ટ્રીય ખુલાસો સામે આવ્યો છે. ફોક્સ ન્યૂઝ (Fox News) ના તપાસ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ફ્રાન્સમાં વિદ્યાર્થીઓના નામે ચાલી રહેલા આંદોલનો પાછળ વિદેશી ભંડોળ અને વૈશ્વિક નેટવર્ક્સનો મોટો હાથ છે. આ તપાસમાં કુલ ૫૦ જેટલા વિવિધ સંગઠનોની ઓળખ કરવામાં આવી છે. ચિંતાજનક બાબત એ છે કે જાણીતા અમેરિકન પત્રકાર અસરા નોમાનીએ ચેતવણી આપી છે કે આ જ આંતરરાષ્ટ્રીય નેટવર્કનું હવે પછીનું લક્ષ્ય ભારત હોઈ શકે છે.
50 સંગઠનોનું નેટવર્ક અને આંતરરાષ્ટ્રીય ફંડિંગ
મીડિયા રિપોર્ટના અહેવાલ અનુસાર, વિરોધ પ્રદર્શનોમાં સામેલ ૫૦ જૂથોમાંથી માત્ર 15 જ ખરેખર વિદ્યાર્થી કે યુવા સંગઠનો હતા. બાકીના ૩૫ સંગઠનોમાં મજૂર સંઘો, સામ્યવાદી (Communist), સમાજવાદી જૂથો, રાજકીય પક્ષો અને પેલેસ્ટાઇનને ટેકો આપતા સંગઠનોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં આક્ષેપ કરાયો છે કે સામ્યવાદી અને ઇસ્લામિક વિચારધારા ધરાવતા પ્લેટફોર્મ્સ પોતાની પહોંચ વધારવા માટે વિદ્યાર્થી આંદોલનોનો ઉપયોગ કરી રહ્યા છે અને તેમને આંતરરાષ્ટ્રીય સ્તરેથી ભારે ફંડિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
"NEXT: INDIA" – પત્રકાર અસરા નોમાનીનો દાવો
અમેરિકન પત્રકાર અસરા નોમાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ફોક્સ ન્યૂઝનો રિપોર્ટ શેર કરતા લખ્યું છે કે, તેમણે અગાઉ જે "NEXT: INDIA" (આગામી લક્ષ્ય: ભારત) ના નારા અને ષડયંત્ર વિશે ચેતવણી આપી હતી, તે સ્થિતિ હવે આકાર લઈ રહી છે. નોમાનીએ ફ્રાન્સના આંદોલનો અને ભારતમાં થતા વિરોધ પ્રદર્શનો વચ્ચે ઊંડો સંબંધ હોવાનો દાવો કર્યો છે.
લાખો ડોલરનો ઉપયોગ ભ્રામક ફેલાવવા માટે
પોતાની પોસ્ટમાં તેમણે શાંઘાઈ સ્થિત અમેરિકન ઉદ્યોગપતિ નેવિલ રોય સિંઘમ (Neville Roy Singham) નો ખાસ ઉલ્લેખ કર્યો છે. આરોપ છે કે સિંઘમ સાથે જોડાયેલા લાખો ડોલરનો ઉપયોગ ભારતમાં ભ્રામક પ્રચાર (Propaganda) અને પ્રભાવ અભિયાનો ચલાવવા માટે થયો છે. વિજય પ્રસાદને સિંઘમના નજીકના બૌદ્ધિક સહયોગી અને સંયોજક તરીકે દર્શાવવામાં આવ્યા છે.
'ઇન્ડિયન એલાયન્સ પેરિસ' અને ન્યૂ યોર્ક કનેક્શન
અહેવાલમાં ફ્રાન્સમાં કાર્યરત વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સના સંગઠન 'ઇન્ડિયન એલાયન્સ પેરિસ' નો પણ ઉલ્લેખ કરાયો છે. આ સંગઠને જાન્યુઆરી ૨૦૨૩ માં ન્યૂ યોર્કના મેનહટનમાં નાટો (NATO) ના વિસ્તાર સામે યોજાયેલા એક કાર્યક્રમનું સહ-પ્રાયોજન કર્યું હતું. આ કાર્યક્રમ સામ્યવાદી પ્રવૃત્તિઓના કેન્દ્ર સમાન 'ધ પીપલ્સ ફોરમ' ખાતે યોજાયો હતો. અહેવાલ મુજબ, આ સેન્ટરને ૨૦૧૭ માં નેવિલ રોય સિંઘમ તરફથી ૨૨.૪૪ મિલિયન ડોલરનું ફંડિંગ મળ્યું હતું. આ ઘટનાઓ દર્શાવે છે કે જુદા જુદા દેશોના સંગઠનો વૈશ્વિક એજન્ડા હેઠળ એકબીજા સાથે જોડાયેલા છે.
આ પણ વાંચોઃ Europe: સાયબર એટેકનો નવો કીમિયો, ફ્રીઝ હેક કરી 150 લોકોના ઘરે કર્યા બ્લાસ્ટ