ખગોળશાસ્ત્રીઓના મતે 2027માં દુનિયાને સદીનું સૌથી લાંબુ સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે. આ નજારો 2 ઓગસ્ટ 2027ના રોજ જોવા મળશે. લગભગ 6 મિનિટ 23 સેકન્ડ સુધી આ સૂર્યગ્રહણ ચાલશે. આ સમય દરમિયાન બપોરે આકાશમાં અંધારું છવાઇ જશે. સૂર્યગ્રહણ હંમેશા લોકો માટે ઉત્સુકતા અને ઉત્તેજનાનો વિષય રહ્યો છે. પરંતુ 2027માં થનારી ખગોળીય ઘટના સદીની સૌથી ખાસ ઘટનાઓમાં ગણવામાં આવશે.
ખગોળીય દૃશ્ય માટે કુતુહલ
ઓગસ્ટ 2027 ખગોળશાસ્ત્ર પ્રેમીઓ અને વિશ્વભરના લોકો માટે એક ઐતિહાસિક દિવસ બનશે. આ દિવસે આકાશમાં એવું ખગોળીય દૃશ્ય જોવા મળશે. જે છેલ્લા 100 વર્ષમાં જોવા મળ્યું નથી. જે સદીનું સૌથી લાંબુ સંપૂર્ણ સૂર્યગ્રહણ છે. આ એક દુર્લભ અને અવિસ્મરણીય ઘટના હશે. જ્યારે દિવસ દરમિયાન જ કેટલાક ભાગોમાં અંધારપટ્ટ છવાઈ જશે.
કેટલા સમય માટે સૂર્યગ્રહણ ?
પૂર્ણ સૂર્યગ્રહણનો આ નજારો 2 ઓગસ્ટ, 2027 ના રોજ જોવા મળશે. આ સૂર્યગ્રહણ લગભગ 6 મિનિટ 23 સેકન્ડ સુધી ચાલશે, જે 100 વર્ષમાં સૌથી લાંબુ માનવામાં આવે છે. આ સમય દરમિયાન, બપોરે આકાશ અંધારું થઈ જશે. પક્ષીઓ તેમના માળામાં પાછા ફરવાનું શરૂ કરશે.
પૂર્ણ સૂર્યગ્રહણ શું છે ?
પૂર્ણ સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની બરાબર વચ્ચે આવે છે. જેના કારણે સૂર્યપ્રકાશ પૃથ્વી પર પહોંચી શકતો નથી અને દિવસ દરમિયાન અંધારું થઈ જાય છે. 2 ઓગસ્ટ, 2027 ના સૂર્યગ્રહણ પણ ખાસ છે કારણ કે તેનો સમયગાળો અપવાદરૂપે લાંબો હશે. ખગોળશાસ્ત્રીઓના મતે, આ ગ્રહણ વધુ મિનિટો સુધી ચાલશે.
ક્યાં જોવા મળશે સૂર્યગ્રહણ ?
સૂર્યગ્રહણ મુખ્યત્વે ઉત્તર આફ્રિકા, મધ્ય પૂર્વ અને કેટલાક યુરોપિયન દેશોમાં દેખાશે. ઇજિપ્તનું લુક્સર શહેર આ ગ્રહણ માટે એક મુખ્ય અવલોકન સ્થળ હશે. જ્યાં તેનો મહત્તમ સમયગાળો જોવા મળશે. આ ઉપરાંત, સ્પેન, મોરોક્કો, અલ્જેરિયા, ટ્યુનિશિયા, લિબિયા, સુદાન, સાઉદી અરેબિયા અને યમનના કેટલાક ભાગોમાં પણ પૂર્ણ સૂર્યગ્રહણનો અનુભવ થઈ શકે છે. પરંતુ ભારતમાં, દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા જેવા શહેરોમાં તેને આંશિક સૂર્યગ્રહણ તરીકે જોઈ શકાય છે, જ્યાં સૂર્યનો એક ભાગ ઢંકાયેલો દેખાશે.
શું સાવચેતીઓ રાખવી જોઇએ ?
નરી આંખે સૂર્યગ્રહણ જોવું જોખમી બની શકે છે. હંમેશા સૌર ફિલ્ટરવાળા ચશ્મા અથવા ટેલિસ્કોપનો ઉપયોગ કરો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ સમય દરમિયાન પૂજા અને ખોરાક ટાળવામાં આવે છે. સગર્ભા સ્ત્રીઓને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. ભારતીય પરંપરામાં, સૂર્યગ્રહણને શુદ્ધિકરણનો સમયગાળો માનવામાં આવે છે. આ સમય દરમિયાન, મંત્ર જાપ, ધ્યાન અને સ્નાનનું વિશેષ મહત્વ છે. ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન અને દાન કરવાની પરંપરા પણ છે.
આવું આગામી સૂર્યગ્રહણ ક્યારે આવશે?
2 ઓગસ્ટ 2027 પછી, લાંબુ પૂર્ણ સૂર્યગ્રહણ 13 જુલાઈ 2037ના રોજ જોવા મળશે. પરંતુ તે પણ ફક્ત કેટલાક ભાગોમાં જ સંપૂર્ણ રીતે દેખાશે.













