ઓસ્ટ્રેલિયામાં ક્રિસમસ પહેલાં ફરી એક વાર યહૂદીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. અસામાજિક તત્વોએ મેલબોર્નમાં એક રબ્બીની કારને સળગાવવાનો પ્રયાસ કર્યો છે. ઓસ્ટ્રેલિયાની સરકારે તેને કાર પર ફાયર બોમ્બિંગ ગણાવ્યું છે. પ્રધાનમંત્રી એન્થની એલ્બનીઝે આ ઘટનાને સંદિગ્ધ એન્ટી-સેમિટિઝમ તરીકે વર્ણવી છે અને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.
પરિવારને સુરક્ષિત રીતે બહાર કઢાયો
ઓસ્ટ્રેલિયન પોલીસે જણાવ્યું કે ક્રિસમસની સવારે પહેલાં એક રબ્બીની કાર પર આગ લગાડતો બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. ઘટનામાં કારનો દરવાોજો બળેલો દેખાય છે. પોલીસે રબ્બીના પરિવારને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. બળેલી કારને ગુરુવારની સવારે ડ્રાઇવેવ માંથી હટાવી દેવામાં આવી હતી, પરંતુ તેની તૂટી ગયેલી બારીઓના કાચ મેલબોર્નના યહૂદી સમુદાયમાં આવેલા આ ઘરના ડ્રાઇવવેમાં પડેલા રહ્યા હતા













