લેક કાર્ગેલિગોમાં 1500 લોકોની વસ્તી છે. જેના કારણે પોલીસે અહીં કડક બંદોબસ્ત ગોઠવ્યો છે.

ફાયરિંગમાં 3ના મોત

ઓસ્ટ્રેલિયામાં સતત 48 દિવસની અંદર બીજીવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના લેક કાર્ગેલિગોમાં ફાયરિંગ કરાયુ છે. જેમાં 3 લોકોના મોત થયા છે. અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે. ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના લેક કાર્ગેલિગોમાં 1500 લોકોની વસ્તી છે. પોલીસના જણાવ્યા અનુસાર ફાયરિંગની ઘટના સાંજે 4 વાગ્યે થઇ હતી. મૃતકોમાં બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે.

અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ

પોલીસે જણાવ્યુ હતુ કે, ફાયરિંગની ઘટના વોકર સ્ટ્રીટ પાસે યેલ્કિન સ્ટ્રીટ પર સાંજે 4 કલાકે થઇ હતી. ઘાયલોને હૉસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ઘટનાની તપાસ શરુ કરી છે. અને કેટલા હુમલાખોર હતા અને શેના કારણે આ ફાયરિંગ થયુ છે તે અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે સ્થાનિકોને ઘરમાં રહેવાની અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ અધિકારીઓએ લેક કાર્ગેલિગો અને તેની આસપાસના રહેવાસીઓને ભૂ-લક્ષિત ટેક્સ્ટ સંદેશાઓ પણ મોકલ્યા હતા.

બોન્ડી બીચ બાદ ફરીથી ગોળીબાર

ગોળીબાર ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય શોક દિવસ દરમિયાન થયો હતો. દેશ 14 ડિસેમ્બરે સિડનીમાં હનુક્કાહ ઉજવણી દરમિયાન ગોળીબારમાં માર્યા ગયેલા 15 લોકોને યાદ કરી રહ્યો હતો. અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે સિડની હુમલામાં બે કથિત હુમલાખોરો ઇસ્લામિક સ્ટેટથી પ્રેરિત હતા. આ ઘટનાને 1996 પછી ઓસ્ટ્રેલિયાની સૌથી ઘાતક સામૂહિક ગોળીબાર માનવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ Bangladesh Election 2026 News: Sheikh Hasina લઇ શકે છે રાજકારણમાંથી નિવૃત્તિ, ભારત-બાંગ્લાદેશ સંબંધો પર કેવી પડશે અસર?, જાણો