કૈલાસ માનસરોવરથી દર્શન કરીને પાછા ફરતા સમયે નેપાળ-ચીન બોર્ડર સ્થિત હિલ્સા બોર્ડરમાં અયોધ્યા જિલ્લાના 8 શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે તે ભારત પાછા ફરવામાં આસમર્થ છે. આ સ્થિતિને જોતા ગોસાઈગંજના ધારાસભ્ય અભય સિંહ અને સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે.


સરકારને કરી અપીલ

ધારાસભ્ય અભય સિંહે પોતાના પત્રમાં ભારત સરકારને અપીલ કરી છે કે નેપાળમાં ફસાયેલા શ્રદ્ધાળુઓને સુરક્ષિત રૂપથી ભારત લાવવાના જરૂરી પગલાં ઉઠાવવામાં આવે. તેના સંબંધિત મંત્રાલયો અને અધિકારીઓને નિર્દેશિત કરવાની પણ માંગ કરી છે. તો બીજી તરફ સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે પણ આ મુદ્દે ગંભીરતા લેતા વડાપ્રધાન અને ગૃહમંત્રાલયને પત્ર લખ્યો છે. સાંસદે વિશ્વાસ અપાવ્યો છે કે પોતે ગૃહમંત્રાલય સાથે વાતચીત કરીને શ્રદ્ધાળુઓને સુરક્ષિત પાછા પહોંચાડવાનો પ્રયાસ કરશે.

પરિવાર જનોમાં ચિંતા ફેલાઇ

નેપાળમાં ફસાયેલા લોકોના પરિવાર વાળા ખૂબ જ ચિતિંત છે. લોકો રાત્રિ માંડ માંડ વિતાવી રહ્યા છે. અનેક પરિવારોના કોઇ ભાઇ કે કોઇ માતા-પિતા ફસાયેલા છે. જેટલા લોકો ત્યાં ફસાયા તેમના પરિવાર વાળા છેલ્લા કેટલાય દિવસથી ચિંતામાં કરી રહ્યા છે. મહત્વનુ છે કે નેપાળમાં ઝેન-ઝીએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જેના કારણે નેપાળના પીએમ એ તાત્કાલિક રાજીનામું આપ્યુ. હાલ નેપાળમાં પરિસ્થિતિ સામાન્ય છે. પરંતુ હજુ પણ અનેક યાત્રીઓ ફસાયા છે. 

  • Follow us on: