મધ્યપૂર્વમાં તણાવ વધતો જાય છે ત્યારે બગદાદમાં આવેલા અમેરિકી દૂતાવાસ પર મિસાઈલ હુમલો થયાની માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક મિસાઈલ દૂતાવાસના હેલીપેડ વિસ્તારમાં પડી હતી, જેના કારણે દૂતાવાસના પરિસરમાં ભારે નુકસાન થયું હોવાનું કહેવાઈ રહ્યું છે.


ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર

સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ હુમલા બાદ દૂતાવાસ વિસ્તારમાં તાત્કાલિક સુરક્ષા કડક કરવામાં આવી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તપાસ એજન્સીઓ હુમલા પાછળ કોણ જવાબદાર છે તે અંગે તપાસ શરૂ કરી છે. હાલ સુધી કોઈ જાનહાનિ અંગે સત્તાવાર માહિતી બહાર આવી નથી, પરંતુ દૂતાવાસના માળખાગત ભાગને નુકસાન પહોંચ્યાની માહિતી મળી રહી છે.

ફુજૈરાહ પોર્ટ પર પણ આગ લાગી

આ દરમિયાન UAEના મહત્વના બંદરોમાંના એક ફુજૈરાહ પોર્ટ પર પણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર પોર્ટના એક વિસ્તારમાં અચાનક આગ લાગી, જેના કારણે તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે પોર્ટ વિસ્તારમાં હલચલ મચી ગઈ અને સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.

મધ્યપૂર્વમાં વધતા તણાવ વચ્ચે આ બંને ઘટનાઓને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરક્ષા નિષ્ણાતોના મતે આ પ્રકારની ઘટનાઓથી વિસ્તારમાં રાજકીય અને સુરક્ષા પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.


આ પણ વાંચો : Strait Of Hormuzમાં 22 ભારતીય જહાજ ફસાયેલા, ઈરાન સાથે વાતચીત ચાલુ: રાજેશકુમાર સિંહા


  • Follow us on: