ચીન પોતાની ડ્રોન ફેક્ટ્રી બાંગ્લાદેશમાં બનાવશે. અને ચીન સાથે બાંગ્લાદેશે 20 J-10CE ફાઇટર જેટની ડીલ પણ કરી છે.
બાંગ્લાદેશની ચીન સાથે ફાઇટર જેટની ડીલ
બાંગ્લાદેશે મોટો નિર્ણય લેતા ચટગામમાં ભારતને આપવામાં આવેલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે SEZને રદ્દ કર્યો છે. આ જમીન હવે ચીનને એનાયત કરાઇ છે. જેના પર ચીન પોતાની ડ્રોન ફેક્ટ્રી ઉભી કરશે. આ સાથે જ ચીન સાથે બાંગ્લાદેશે 20 J-10CE ફાઇટર જેટની ડીલ પણ કરી છે. આ બન્ને નિર્ણયોને ક્ષેત્રીય રાજનીતિ અને સુરક્ષા સંતુલનની દ્રષ્ટીએ મહત્ત્વનું માનવામાં આવી રહ્યુ છે.
બાંગ્લાદેશના મનમાં શું છે ?
લગભગ 850 એકડમાં ફેલાયેલી જમીન ચટગામના મીરસારાઇ વિસ્તારમાં છે. જે ભારતીય સરહદથી લગભગ 100 કિમી દૂર છે. આ જમીન પર ચીનની મદદથી ડ્રોન નિર્માણ સંયંત્ર લગાવાશે. જ્યાં આ વર્ષના અંતમાં ઉત્પાદન શરુ કરવાની સંભાવના છે. ચીન અહીં મધ્યમ રેંજ અને વર્ટિકલ ટેક ઓફ ડ્રોન બનાવશે. અને ડ્રોન ટેક્નોલોજીનું ટ્રાન્સફર પણ કરશે. આ સિવાય બાંગ્લાદેશ દક્ષિણ એશિયામાં ભારત અને પાકિસ્તાન બાદ ત્રીજુ ડ્રોન નિર્માતા દેશ બની જશે.
કરારનો કર્યો ભંગ ?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2015માં કરાર કરાયો હતો. પીએમ મોદીની ઢાકા યાત્રા દરમિયાન બાંગ્લાદેશના તત્કાલીન પીએમ શેખ હસીના સાથે આ કરાર નક્કી કરાયો હતો. જેમાં બાંગ્લાદેશમાં ઇન્ડિયન ઇકોનોમિક ઝોન બનાવવામાં આવશે. આ પરિયોજના ગવર્નમેન્ટ ટૂ ગવર્નમેન્ટ એટલે કે G2G ફ્રેમવર્ક પર આધારિત હતી. અને ભારતની LoCથી ફંડિગ થવાની હતી. 2019માં BEZA અને અદાણી પોર્ટસ એન્ડ SEZની વચ્ચે કરાર પણ સાઇન કરાયો હતો.
પરિયોજના રદ્દ કેમ કરાઇ ?
LoC ફંડનો માત્ર 1% જ ઉપયોગમાં લેવાયો હતો. ભારતીય કંપનીઓએ ઓછી રુચિ બતાવી હતી. વર્ષો સુધી જમીન ખાલી પડી રહી હતી.
ભારતને શું થયુ હતુ નુકસાન ?
ભારતીય કંપનીઓને ટેક્સ છૂટ અને સસ્તી ઉત્પાદન સુવિધાઓ મળી હોત. ભારતના નિકાસ દરમાં વધારો થયો હોત. રોજગારીની તકો ઉભી થઇ હોત. ભારતનું ક્ષેત્રીય વિસ્તરણ વધ્યુ હોત. ઉત્તર-પૂર્વ ભારતને વધુ સારી કનેક્ટિવિટી મળી હોત.
આ પણ વાંચોઃ Union Budget 2026: Automobile ક્ષેત્રમાં કાર, ટાયર અને હેલ્મેટ ઉત્પાદકોની શું છે માંગણી? જાણો
