બાંગ્લાદેશમાં અત્યારે વિરોધ અને અશાંતિની આગ ભભૂકી રહી છે. વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદ ઢાકા સહિત વિવિધ શહેરોમાં તોડફોડ, આગ ચાંપવી તથા વિરોધ પ્રદર્સનો થઇ રહ્યા છે. આવી જ એક ઘટનામાં હિંદુ યુવકે જીવ ગુમાવ્યો. તેને માર મારીને હત્યા કરવામાં આવી, આ મામલે રેપિડ એક્શન બટાલિયને 7 લોકોની ધરપકડ કરી છે.


7 લોકોની ધરપકડ 

બાંગ્લાદેશના મયમનસિંહ જિલ્લામાં એક હિંદુ યુવકની માર મારીને હત્યા કરવામાં આવી . જે મામલે 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસએ શનિવારે આ અંગે જાણકારી આપતા કહ્યું કે દોષિતોને કોઇ પણ કિંમતે છોડવામાં નહીં આવે.

બેરહેમીથી માર મારતા મોત 

યૂનુસ પ્રશાસન અનુસાર લિન્ચિંગનો શિકાર બનેલો યુવક 27 વર્ષનો દીપુ ચંદ્ર દાસ હતો. જે હિંદુ સમુદાયનો હતો. સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ એક્સ પર નિવેદન અનુસાર યૂનુસએ કહ્યું કે દીપુને બેરહેમીથી મારવામાં આવ્યો અને તેનું ત્યાં જ મોત થયું.


મુખ્ય સલાહકારએ જણાવ્યું કે રેપિડ એક્શન બટાલિયનએ આ મામલે 7 શંકાસ્પદોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં મોહમ્મદ લિમોન સરકાર, મોહમ્મદ તારિક હુસૈન (19), મોહમ્મદ માણિક મિયાં (20), ઇર્શાદ અલી (39), નિજુમ ઉદ્દીન (20), આલમગીર હુસૈન (38) અને મોહમ્મદ મિરાજ હુસૈન અકોન (46)નો સમાવેશ થાય છે.

અનેક વિસ્તારોમાં દરોડા પાડ્યા બાદ ધરપકડ 

યૂનુસે જણાવ્યું હતું કે RAB-14 ટીમોએ મૈમનસિંઘના વિવિધ વિસ્તારોમાં સંકલિત કામગીરી હાથ ધરી હતી. જેના પગલે તમામ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. હાલ તપાસ ચાલુ છે અને જો જરૂરી હોય તો વધુ કાર્યવાહી કરવામાં આવશે.

હાદીના મોત બાદ વધી હિંસા 

યુવા નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ પછી દેશમાં તણાવ અને હિંસાના સમયે આ ઘટના બની હતી. હાદી ગયા વર્ષના વિદ્યાર્થી-નેતૃત્વ હેઠળના જુલાઈ ચળવળના અગ્રણી નેતા અને ઇન્કલાબ મંચના પ્રવક્તા હતા.


આ પણ વાંચો- Assam Train Accident: રાજધાની એક્સપ્રેસને અચાનક જ અથડાયુ હાથીનું ઝૂંડ...8 હાથીના મોત



  • Follow us on: