ઢાકામાં ભારતીય દૂતાવાસની સુરક્ષાને લઇને વધતી ચિંતાઓ વચ્ચે ભારત સરકારે બુધવારે દિલ્હીમાં બાંગ્લાદેશના હાઇ કમિશ્નરને જણકારી આપી છે. આ પગલુ બાંગ્લાદેશની રાજધાની ઢાંકામાં ભારતીય મિશનને બહાર છેલ્લાં કેટલાંક દિવસોથી જતાવવામાં આવતા વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને ઉઠાવવમાં આવે છે.
વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશી હાઇકમિશનને બોલાવ્યા
વિદેશ મંત્રાલયે ભારત ખાતે બાંગ્લાદેશના ઉચ્ચાયુક્ત એમ. રિયાઝ હમીદુલ્લાહને તાત્કાલિક જાણ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને ઢાકામાં આવેલા ભારતીય મિશનની સુરક્ષા વ્યવસ્થા અને તાજેતરના ઘટનાઓને લઈને ભારતની ચિંતાઓથી અવગત કરાવવામાં આવ્યા.












