એક બાંગ્લાદેશી કેડેટને પાકિસ્તાન મિલિટરી એકેડેમીમાં ચીફ ઓફ ઓવરસીઝ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. 

સેના અધિકારીઓમાં અસ્વસ્થતા 

બાંગ્લાદેશ સેનામાં બધું બરાબર નથી. પાકિસ્તાન મિલિટરી એકેડેમીમાં એક બાંગ્લાદેશી કેડેટને ગોલ્ડ મેડલ મળ્યાના સમાચારથી સેનામાં ચાલી રહેલા રોષને ફરીથી વેગ મળ્યો છે. સેના અધિકારીઓમાં અસ્વસ્થતા છે. આનું કારણ એ છે કે જે સેના માટે બાંગ્લાદેશના પૂર્વજોએ પોતાનું લોહી વહેવડાવ્યું હતું તે જ સેના હવે મેડલ મેળવી રહી છે. જો કે, આ મુદ્દો ફક્ત પાકિસ્તાનમાં તાલીમ લેવા અથવા મેડલ જીતવા પૂરતો મર્યાદિત નથી. 

પાકિસ્તાનમાં બાંગ્લાદેશી કેડેટને ગોલ્ડ મેડલ મળ્યો

અહેવાલો અનુસાર, રિયાદ મહમૂદ ખાન નામના બાંગ્લાદેશી કેડેટને પાકિસ્તાન મિલિટરી એકેડેમી ખાતે ચીફ ઓફ ઓવરસીઝ ગોલ્ડ મેડલ મળ્યો હતો. આ સન્માન 17 ઓક્ટોબર, 2036ના રોજ કાકુલમાં 154મા લોંગ કોર્સની પાસિંગ આઉટ પરેડ દરમિયાન આપવામાં આવ્યું હતું. રિયાદે ત્યાં સાત અન્ય દેશોના કેડેટ્સ સાથે તાલીમ લીધી અને ફ્રેન્ડલી કન્ટ્રી કંપનીમાં સિનિયર અંડર ઓફિસર તરીકે સેવા આપા હતી. 

આર્મી ચીફની નારાજગી શા માટે ચર્ચામાં ?

નોર્થઈસ્ટ ન્યૂઝ રિપોર્ટમાં બાંગ્લાદેશ આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાન અને સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સના વડા મેજર જનરલ મહબુબુસ સમદ ચૌધરી વચ્ચેની કથિત ઘટનાનો પણ ઉલ્લેખ છે. રિપોર્ટમાં પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે ગયા સપ્ટેમ્બરમાં એક કેન્ટોનમેન્ટમાં એક કાર્યક્રમ દરમિયાન, આર્મી ચીફ આર્મીના કમાન્ડ સ્ટ્રક્ચરમાં મોટા ફેરફારો અને ભૂતપૂર્વ અધિકારીઓને પૂર્વવર્તી પ્રમોશન આપવાના નિર્ણયથી નારાજ હતા. તેમણે SSF ચીફને કહ્યું હતું કે, "તમે સેના ચલાવો છો!" રિપોર્ટ અનુસાર, કેટલાક વરિષ્ઠ આર્મી અધિકારીઓ નિવૃત્તિ લેવા અને વિવાદ ટાળવા માંગે છે. દરમિયાન, મધ્યમ સ્તરના અધિકારીઓના દબાણને કારણે, સેનામાં શિસ્ત જાળવવા અને ભૂતપૂર્વ અધિકારીઓનો પ્રભાવ ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ  પાકિસ્તાનની વિદેશ નીતિ પર સેનાનો દબદબો, 9 નિવૃત્ત આર્મી અફસરો બન્યા દેશના રાજદૂત