બાંગ્લાદેશમાં શરીફ ઉસ્માન હાદીના મોત બાદ શરૂ થયેલી હિંસા સતત વધી રહી છે. રાજધાની ઢાકામાં મોટાં પ્રમાણમાં હિંસક વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યુ છે. આ વચ્ચે ઉસ્માન હાદીને દફનાવ્યા બાદ ભીડે બેરિકેડ્સ તોડી દીધા હતા અને પ્રદર્શનકારી સંસદ ભવનમાં ઘુસી ગયા હતા. બાંગ્લાદેશમાં ભડકેલી હિંસા બાદ યુનુસ સરકારે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યુ છે.


યુનુસ સરકાર દ્વારા શું શું તપાસ કરાઇ

ઇન્કિલાબ મંચ સાથે સંકળાયેલા હાદીના નજીકના સહાયક અબ્દુલ્લા અલ-જાબેરે કહ્યું કે સરકારે આગામી 24 કલાકની અંદર જાહેરમાં સ્પષ્ટતા કરવી જોઈએ કે હાદીની હત્યા માટે કોણ જવાબદાર છે.અત્યાર સુધી કઈ તપાસ હાથ ધરવામાં આવી છે અને તેમની ધરપકડ કરવા માટે કયા પગલાં લેવામાં આવ્યા છે? જાબેરે કહ્યું, જો સરકાર આ નહીં કરે, તો અમે એક મોટું આંદોલન શરૂ કરીશું.

ચૂંટણી મુલતવી રાખવા ઇચ્છે છે યુનુસ સરકાર

પૂર્વ મંત્રી મોહિબુલ હસન ચૌધરીએ હાદીના કટ્ટરપંથી બતાવ્યા અને આરોપ લગાવ્યો કે યુનુસ સરકાર હિંસા ભડકાવીને ચૂંટણી ટાળવા ઇચ્છે છે યુનુસે હિંસાની નિંદા કરી અને હત્યારાઓને ન્યાયના કઠેડામાં લાવવાનું વચન આપ્યું. નિષ્ણાતો માને છે કે ફેબ્રુઆરી 2026 ની ચૂંટણી પહેલા હિંસા બાંગ્લાદેશમાં નવી અસ્થિરતા તરફ દોરી શકે છે.

આ પણ વાંચોઃ વ્હીલચેરમાં અવકાશ સુધી પહોંચશે, અકસ્માત બાદ હાર ન માનનાર મહિલા રચશે ઇતિહાસ


  • Follow us on: