ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના પક્ષ, આવામી લીગના સમર્થકો હંગામો મચાવી રહ્યા છે. બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષ (BNP) ના તારિક રહેમાનની વર્તમાન સરકાર, આવામી લીગ પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવી રહી છે. બાંગ્લાદેશ આવામી લીગ વિદ્યાર્થી સંઘના પ્રમુખ અલ અમીન રહેમાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે આવામી લીગ સમર્થકો સહિત 200 હિન્દુ ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા અને આગ લગાવવામાં આવી હતી.


આવામી લીગે બાંગ્લાદેશમાં આગચંપી હુમલાઓ માટે BNP અને જમાત સમર્થકોને દોષી ઠેરવ્યા છે. તેમણે માનવાધિકાર સંગઠનો દ્વારા તપાસની માંગ કરી છે. આમ બાંગ્લાદેશ ફરી એકવાર હિંસામાં ફસાયેલું છે. છેલ્લા ઘણા દિવસોથી પ્રતિબંધિત આવામી લીગ અને BNP વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, જેના કારણે દેશમાં હિંસાનું વાતાવરણ સર્જાયું છે.


હસીનાએ ભારત પાછા ફરવાની જાહેરાત કરી

હસીનાએ ડિસેમ્બર 2026 માં ભારતથી બાંગ્લાદેશ પાછા ફરવાની યોજના જાહેર કરી હતી. સરકારે નવા પાસપોર્ટ અને ઓળખ કાર્ડ માટેની તેમની વિનંતીઓને નકારી કાઢી હતી. આ પછી આવામી લીગના સમર્થકોએ સરકાર સામે વિરોધ શરૂ કર્યો, જેના કારણે અનેક જિલ્લાઓમાં આગચંપી થઈ. 18 નવેમ્બરના રોજ નરેલમાં એક સરઘસ પર થયેલા હુમલામાં બે બીએનપી નેતાઓના મોત થયા હતા. વધુમાં, 20 નવેમ્બરના રોજ, નરેલ જિલ્લાના કાલિયા ઉપજિલ્લાના બેંદર ચાર ગામમાં આવામી લીગના નેતાઓ અને કાર્યકરોના અનેક ઘરો અને દુકાનો પર હુમલો કરવામાં આવ્યો હતો અને આગ લગાવવામાં આવી હતી. 


સ્થાનિક પોલીસે અહેવાલ આપ્યો હતો કે પીડિતોના સંબંધીઓ અને સમર્થકોએ, અન્ય લોકો સાથે, હત્યાઓમાં સંડોવણીનો આરોપ ધરાવતા આવામી લીગના કાર્યકરોના ઘરો પર હુમલો કર્યો હતો.


આ પણ વાંચો: બેંગલુરુમાં વધશે ટ્રાફિકની સમસ્યા... નિયમો-વીમાના સમસ્યાને લઈને બાઈક ટેક્સીના વિરોધમાં કર્ણાટક સરકાર