ફ્રાન્સના પેરિસ નજીક આવેલા બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ મહંત સ્વામી મહારાજની 93મી જન્મજયંતીની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પેરિસ મંદિર મહોત્સવના ભાગરૂપે યોજાયેલી આ ઉજવણીમાં યુરોપ તેમજ વિશ્વના વિવિધ દેશોમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.
પેરિસમાં ઐતિહાસિક ક્ષણ
યુરોપની ધરતી પર મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ પાવન ઉપસ્થિતિમાં તેમની જન્મજયંતી ઉજવાઈ હોય તેવી આ પ્રથમ ઐતિહાસિક ઘટના બની રહી હતી.આ મહોત્સવ ‘Mahant Swami Maharaj: The Guru That Gives’ શીર્ષક હેઠળ યોજાયો હતો. જેમાં વિડીયો પ્રસ્તુતિઓ, સ્વાનુભાવો, કીર્તન-સંગીત અને સાંસ્કૃતિક નૃત્યો દ્વારા મહંત સ્વામી મહારાજના જીવનમાંથી મળતી 4 શાશ્વત ભેટ – આધ્યાત્મિક જ્ઞાન, સંપ-સુમેળ, નિઃસ્વાર્થ પ્રેમ અને ભગવાનની અનુભૂતિના માર્ગનું સુંદર નિરૂપણ કરાયું હતું.
