પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના એક હળવા નિવેદને ફરી એકવાર એલિયન્સ અને UFOને લઈને વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. સોશિયલ મીડિયા પર એવો દાવો થઈ રહ્યો છે કે ઓબામાએ એલિયન્સના અસ્તિત્વની પુષ્ટિ કરી દીધી છે, પરંતુ હકીકત થોડી અલગ છે.
ગુપ્ત સૈન્ય બેઝમાં છુપાયેલા
તાજેતરમાં એક ઇન્ટ્રવ્યુમાં બરાક ઓબામાને પ્રશ્ન કર્યો કે “શું એલિયન્સ વાસ્તવિક છે?” આ પ્રશ્નના જવાબમાં ઓબામાએ હળવા અને રમૂજી અંદાજમાં કહ્યું કે એલિયન્સ વાસ્તવિક હોઈ શકે છે, પરંતુ તેમણે પોતે ક્યારેય તેમને જોયા નથી અને તેઓ કોઈ ગુપ્ત સૈન્ય બેઝમાં છુપાયેલા નથી.
Area 51 અથવા UFO ક્રેશ
ઓબામાએ સ્પષ્ટ રીતે કહ્યું કે તેમના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન તેમને Area 51 અથવા UFO ક્રેશ અંગે કોઈ ગુપ્ત માહિતી આપવામાં આવી નહોતી. તેમણે આ પણ ઉમેર્યું કે સરકાર દ્વારા એલિયન્સને લઈને કોઈ મોટું કવર-અપ ચાલી રહ્યું હોય તેવો દાવો ખોટો છે. તેમનો જવાબ વૈજ્ઞાનિક વિચારધારાને ધ્યાનમાં રાખીને હતો, જેમાં બ્રહ્માંડ એટલું વિશાળ છે કે અન્યત્ર જીવનની શક્યતા નકારી શકાય નહીં, પરંતુ તેનો અર્થ એ નથી કે એલિયન્સ ધરતી પર આવી ગયા છે.
સોશિયલ મીડિયા પર ધમાલ
આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર ધમાલ મચી ગઈ. ઘણા યુઝર્સે દાવો કર્યો કે ઓબામાએ “એલિયન્સની પુષ્ટિ” કરી દીધી છે. આ સાથે 2015ની એક જૂની ક્લિપ પણ ફરી વાયરલ થઈ, જેમાં ઓબામા મજાક કરતા કહે છે કે એલિયન્સ આપણને નિયંત્રિત કરે છે. આ ઇન્ટરવ્યુ સંપૂર્ણપણે હાસ્ય માટે હતો, જેને ત્યારે પણ ગંભીર રીતે લેવામાં આવ્યો નહોતો. ખુદ ઓબામાએ બાદમાં સ્પષ્ટ કર્યું હતું કે તે એક જોક હતો.
અગાઉ પણ UFO અથવા UAP
ઓબામા અગાઉ પણ UFO અથવા UAP વિશે વાત કરી ચૂક્યા છે. 2021માં તેમણે સ્વીકાર્યું હતું કે કેટલાક હવાઈ વિડિઓઝ એવી વસ્તુઓ દર્શાવે છે જેની ગતિ અને ઉડાનની રીત આજ સુધી સમજાઈ નથી. જોકે તેમણે ક્યારેય એવું નથી કહ્યું કે આ એલિયન્સ છે. તેમના મતે તે ડ્રોન, કુદરતી ઘટનાઓ અથવા ટેક્નિકલ ખામીઓ પણ હોઈ શકે છે.
સોશિયલ મીડિયાએ ગંભીર ખુલાસા
આ સમગ્ર વિવાદનું મૂળ કારણ એ છે કે હળવા અને મજાકિયા નિવેદનને સોશિયલ મીડિયાએ ગંભીર ખુલાસા તરીકે રજૂ કર્યું. હકીકતમાં ઓબામાએ કોઈ નવી માહિતી જાહેર કરી નથી. તેમણે એરિયા 51, UFO ક્રેશ અથવા ગુપ્ત એલિયન બેઝ જેવા તમામ સિદ્ધાંતોને નકારી કાઢ્યા છે. એટલે સ્પષ્ટ છે કે આ કોઈ સત્તાવાર એલિયન ડિસ્ક્લોઝર નથી, પરંતુ જૂની ક્લિપ્સ અને મજાકનું મિશ્રણ છે, જે વેલેન્ટાઇન ડેની આસપાસ ફરી ચર્ચામાં આવ્યું.
આ પણ વાંચો : Bangladesh BNP victory : બાંગ્લાદેશ ભારત સાથે નવા સંબંધો શરૂ કરશે, BNPનો સંદેશ