ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂ હાલમાં ફક્ત બાહ્ય મોરચે જ નહીં પરંતુ પોતાના દેશમાં પણ વિરોધનો સામનો કરી રહ્યા છે. ગાઝા પટ્ટીમાં હુમલા અને હમાસ સાથેની લડાઈ ચાલુ રાખવા અંગે ઇઝરાયલી સેના અને દેશના નેતૃત્વ વચ્ચે મતભેદો જોવા મળી રહ્યા છે. દરમિયાન, નેતન્યાહૂના પુત્ર યાયર નેતન્યાહૂની એક પોસ્ટ વાયરલ થવા લાગી છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે દેશની સેના બળવાનું કાવતરું ઘડી રહી છે.


પોસ્ટ વાયરલ થતા હોબાળો

આર્મી ચીફની આ પોસ્ટ પછી ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે ખુલ્લેઆમ આર્મી ચીફ એયાલ ઝમીરને ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે આર્મી ચીફને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો સંપૂર્ણ અધિકાર છે. દેશના નેતૃત્વ અને સેના પ્રમુખ વચ્ચે મતભેદો ત્યારે ઉભા થયા જ્યારે ઝામીરે કથિત રીતે ગાઝા પટ્ટી પર કબજો કરવાની સરકારની યોજનાનો વિરોધ કર્યો હતો. ઇઝરાયલી પીએમના પુત્રએ X પરની પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે આર્મી ચીફ એયાલ ઝમીર દેશમાં બળવાની યોજના બનાવી રહ્યા છે. આ ઉપરાંત, તેઓએ જણાવ્યુ હતુ કે, ગાઝા પર ઇઝરાયલના સંપૂર્ણ નિયંત્રણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. લશ્કરી બળવો અને બળવાના પ્રયાસનો આરોપ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો હતો. 33 વર્ષીય યાયર નેતન્યાહૂ કોઈ સરકારી પદ પર નથી. આવી સ્થિતિમાં, આર્મી ચીફ પર આવા આરોપ લગાવવા પર દેશમાં વિવાદ થયો છે. જેના પછી સંરક્ષણ પ્રધાને પોતે સ્પષ્ટતા આપવા આવવું પડ્યું.

ઇઝરાયેલી નેતૃત્વ વચ્ચેની બેઠકમાં ચેતાવણી

સંરક્ષણ પ્રધાન કાત્ઝે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે જ્યાં સુધી સરકાર કોઈ નિર્ણય લે છે. ત્યાં સુધી સેના તેને સંપૂર્ણ દૃઢતા અને વ્યાવસાયિકતા સાથે લાગુ કરે છે. જોકે તેમણે ગાઝા પર સંપૂર્ણ કબજો કરવાની યોજના સામે જમીરના વાંધાઓ પર સીધી ટિપ્પણી કરી ન હતી. જમીરે સેના અને ઇઝરાયેલી નેતૃત્વ વચ્ચેની બેઠકમાં ચેતવણી આપી હતી કે ગાઝા પર સંપૂર્ણ કબજો ઇઝરાયેલી બંધકોને જોખમમાં મૂકી શકે છે. સેનાને થાકી શકે છે અને IDFને એવી પરિસ્થિતિમાં ખેંચી શકે છે જે ફાંદા જેવી હશે.

  • Follow us on: