બિલાવલ આ વર્ષના અંતમાં લગ્ન કરવા જઈ રહ્યા છે, અને તેમની ભાવિ પત્ની ઓસ્ટ્રિયન રાજકુમારી ગ્લોરિયા વોન હેબ્સબર્ગ છે. 

સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા 

ભૂતપૂર્વ પાકિસ્તાની વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીના લગ્ન અંગે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. ઓસ્ટ્રિયન રાજકુમારી ગ્લોરિયા વોન હેબ્સબર્ગ સાથે તેમના લગ્ન અંગે અટકળો ચાલી રહી છે. હકીકતમાં, તેમના લગ્ન અંગે આ અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે કહેવાયુ કે, તેમના પિતા, રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી તેમના પુત્રના લગ્નની ચર્ચા કરવા અને તારીખ નક્કી કરવા માટે નાના યુરોપિયન દેશ લિક્ટેનસ્ટીનની મુલાકાત લીધી હતી.

સત્તાવાર પુષ્ટિ બાકી 

આ દેશ સ્વિટ્ઝર્લૅન્ડ અને ઑસ્ટ્રિયા વચ્ચે સ્થિત છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે કે, બિલાવલની ભાવિ પત્ની એક યુરોપિયન પરિવારમાંથી આવે છે. જે જૂના ઑસ્ટ્રિયન શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. ગ્લોરિયા વોન હેબ્સબર્ગનું નામ પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યું હતું. તે ઑસ્ટ્રિયાના છેલ્લા સમ્રાટ કાર્લ Iના પરિવાર સાથે સંબંધિત હતી. બિલાવલની ભાવિ પત્ની લિક્ટેનસ્ટેઇનની રાજધાની વડુઝની રહેવાસી હતી. અને લગ્ન વર્ષના અંત સુધીમાં થઈ શકે છે. જોકે, આમાંથી કોઈ પણ અહેવાલની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

પીપીપીએ અટકળોને નકારી 

27 ઓગસ્ટના રોજ, રાષ્ટ્રપતિ કાર્યાલયે ફક્ત એટલું જ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ઝરદારી ખાનગી પ્રવાસે વિદેશમાં છે. તેમણે સ્થળ કે પ્રવાસનું કારણ સ્પષ્ટ કર્યું ન હતું. આનાથી અફવાઓને વધુ વેગ મળ્યો. કેટલાક અહેવાલોમાં તો બિલાવલના લગ્નની તૈયારીઓ ચાલી રહી હોવાનું પણ સૂચવવામાં આવ્યું હતું. કરાચીના મેયર અને પીપીપી નેતા મુર્તઝા વહાબે પોસ્ટમાં આ અહેવાલોને ફગાવી દીધા હતા. તેમણે બિલાવલની સગાઈ અને લગ્ન અંગેના અહેવાલોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા.

આ પણ વાંચોઃ દુનિયાની અડધી વસ્તી અને 40% અર્થતંત્ર પર આ દેશોનું રાજ, જાણો સંપૂર્ણ ગણિત