માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને લઈને એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. બિલ ગેટ્સે પોતે સ્વીકાર્યું છે કે લગ્ન પછી તેમના ત્રણ મહિલાઓ સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર (લગ્નેતર સંબંધો) હતા. આ સાથે જ તેમણે દાવો કર્યો છે કે કુખ્યાત યૌન અપરાધી જેફરી એપસ્ટીન તેમના આ અફેર વિશે જાણતો હતો અને આ માહિતીના આધારે તેમને બ્લેકમેલ કરવાની યોજના બનાવી રહ્યો હતો. ગેટ્સે એ પણ સ્વીકાર્યું કે એપસ્ટીન સાથે સંપર્ક રાખવો એ તેમની જિંદગીની એક મોટી ભૂલ હતી.


યુએસ હાઉસ કમિટી સમક્ષ આપી જુબાની

જેફરી એપસ્ટીનના નેટવર્ક અને તેના હાઈ-પ્રોફાઈલ સંપર્કોની તપાસ કરી રહેલી 'યુએસ હાઉસ ઓવરસાઈટ કમિટી'ના અહેવાલમાં બિલ ગેટ્સને લઈને આ મોટો ખુલાસો થયો છે. ન્યાય વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા દસ્તાવેજો બાદ આ મામલે ગેટ્સનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. બિલ ગેટ્સ પોતે 10 જૂને કમિટી સમક્ષ હાજર થયા હતા, જ્યાં તેમણે કબૂલાત કરી હતી કે એપસ્ટીન તેમની અંગત જિંદગીના રહસ્યો જાણતો હતો.

આ ત્રણ મહિલાઓ સાથે હતા સંબંધો

ગેટ્સે જુબાની દરમિયાન તે ત્રણ મહિલાઓના નામ પણ જાહેર કર્યા છે જેમની સાથે તેમના સંબંધો હતા:

૧. મિલા અંટોનોવા: જે એક રશિયન બ્રિજ પ્લેયર (ખેલાડી) છે.

૨. કરીમા નિગ્માતુલીના: જે રશિયાની ન્યુક્લિયર ફિઝિસિસ્ટ (પરમાણુ વૈજ્ઞાનિક) છે.

૩. એલિસ જેકોબ્સ નેસેલરોડ: જે મેડિકલ ઈન્ડસ્ટ્રિઆલિસ્ટ છે.

પરિવાર માટે પીડાદાયક સમય અને બ્લેકમેલિંગનો ડર

જાહેર કરાયેલા ટ્રાન્સક્રિપ્ટ અનુસાર, બિલ ગેટ્સે જણાવ્યું, "આ અફેર્સનો એપસ્ટીન સાથેની મારી મુલાકાતો સાથે કોઈ લેવાદેવા નહોતો, પરંતુ આ બાબત મારા પરિવાર માટે ખૂબ જ પીડાદાયક હતી. એપસ્ટીન મારી આ નબળાઈનો ઉપયોગ મારી પર દબાણ લાવવા માટે કરવા માંગતો હતો જેથી હું ફરીથી તેની સાથે બિઝનેસ કે અન્ય કામોમાં જોડાવું."

જો કે, ગેટ્સે સ્પષ્ટ કર્યું કે એપસ્ટીને ક્યારેય તેમને સીધી રીતે બ્લેકમેલ કર્યા નહોતા, પરંતુ તેની ઈમેલ્સ જોયા પછી એ સ્પષ્ટ હતું કે તે આવું કરવાનો વિચાર કરી રહ્યો હતો. ગેટ્સે એપસ્ટીનના ગુનાઓમાં પોતાની કોઈપણ સંડોવણીનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે અને કહ્યું કે તેઓ માત્ર સામાજિક કાર્યો (ફિલાન્થ્રોપી) અંગે ચર્ચા કરવા તેને મળતા હતા.

આ પણ વાંચો:Iranમાં શાંતિ છતાં બિનજરૂરી પ્રવાસ ટાળવા ભારતીયોને સરકારની અપીલ


  • Follow us on: