'બ્લેક રેન'ના કારણે પર્યાવરણ અને સ્વાસ્થ્યની ચિંતા વધી રહી છે.
આર્થિક બાદ હવે સ્વાસ્થ્યનું નુકસાન
ઇરાનમાં તેલ રિફાઇનરીઓ પર થયેલા હુમલાના કારણે સ્થળો પર અર્ધ જ્વલન પદાર્થો જોવા મળ્યા હતા. આ કારણેથી ઝેરીલા કણ અને કાળા ધુમાડા વાતાવરણમાં ભળી ગયા છે. જેના કારણે આ ઝેરીલો અને કાળો વરસાદ થઇન રહ્યો છે. આ વાતાવરણ બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ માટે નુકસાનકારક છે. આ ઝેરીલું વાતાવરણ શ્વાસ, ત્વચા સંબધી બીમારી અને કેન્સરની સમસ્યાને જન્મ આપે છે. જેની અસર લાંબા સમય સુધી જોઇ શકાશે.
'બ્લેક રેન'નું સંકટ વધ્યુ
ઇરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ હવે માત્ર મેદાન સુધી સિમીત નથી. તે હવે પર્યાવરણ અને વાતાવરણ પર પણ અસર કરી રહ્યુ છે. માર્ચ 2026માં તેહરાન અને કરજના આસપાસ તેલ ડિપો, રિફાઇનરી અને ઇંધન સ્ટોરેજ સાઇટ પર હુમલા કર્યા બાદ 'બ્લેક રેન'નું સંકટ વધ્યુ હતુ. વૈજ્ઞાનિકો અને પર્યાવરણ નિષ્ણાંતો આ મામલેમાં વધુ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જેની અસર વર્ષો સુધી જોઇ શકાશે.
શુ છે 'બ્લેક રેન'નું સંકટ ?
તેહરાનના શહરાન, અકદાસિયા, કરજ અને તેહરાન રિફાઇનરી જેવા પ્રમુખ સ્થળો પર હુમલાઓ કર્યા હતા. જે બાદ લાખો લીટર કાચુ તેલ બળીને ખાખ થયુ હતુ. અડધા બળીને ખાખ થયેલા વસ્તુઓના કારણે માત્ર કાળો ધુમાડો નિકળ્યો હતો. જેમાં કાર્બન કણ અને તેલના સૂક્ષમ કણ વાતાવરણમાં ફેલાઇ ગયા હતા.
PM2.5 અને અલ્ટ્રાફાઇન પાર્ટિકલ્સઃ આ અત્યંત નાના કણો ફેફસાંમાં ઊંડે સુધી પહોંચે છે
સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ: આ ભેગા થઈને એસિડ વરસાદ બનાવે છે
પોલિસાયક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન: આ કેન્સર પેદા કરતા રસાયણો છે
ભારે ધાતુઓ: જેમ કે સીસું, કેડમિયમ, ક્રોમિયમ અને નિકલ
અસ્થિર કાર્બનિક સંયોજનો: ઝેરી વાયુઓ અને હાઇડ્રોકાર્બન
સ્વાસ્થ્ય પર તેની શું અસર થાય ?
તેહરાનમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. PM2.5 નું સ્તર સામાન્ય મર્યાદા કરતા અનેક ગણું વધારે નોંધાયું છે. લોકોમાં આ લક્ષણો ઝડપથી વધી રહ્યા છે:
આંખોમાં બળતરા અને લાલાશ
ગળામાં દુખાવો અને સતત ઉધરસ
શ્વાસ લેવામાં તકલીફ
અસ્થમા અને COPD દર્દીઓની ગંભીર સ્થિતિ
ત્વચામાં બળતરા અને એલર્જીક પ્રતિક્રિયાઓ
આ પણ વાંચોઃ Amit Shah in Lok Sabha: અમિત શાહના પ્રહાર, કહ્યુ વિપક્ષનો વિરોધ માત્ર મહિલા અનામત બિલ મુદ્દે













