બ્રાઝિલના રિયો ડી જેનેરિયોમાં મંગળવારે પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા સંગઠિત ગુન્હાઓને નિશાન બનાવીને અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. આ ઓપરેશન દરમિયાન ચાર પોલીસ અધિકારીઓ સહિત 64 લોકો માર્યા ગયાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ મોટા દરોડાની પાછળનો હેતુ પ્રદેશમાં વધતી જતી કમાન્ડો વર્મેલ્હો ગેંગને રોકવાનો છે. આ ડ્રગ્સની હેરાફેરી કરતી ગેંગ છે. અત્યાર સુધીમાં 81 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે.


1 વર્ષ પહેલાથી બનાવી હતી આ યોજના

રિયોની રાજ્ય સરકાર તેમજ પોલીસ પ્રમાણે, આ અભિયાન દ્વારા આ યોજના 1 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી જેમાં 2500થી પણ વધારે સૈનિક અને નાગરિક પોલીસ કર્મી સામેલ હતા.સૈન્ય કર્મીઓએ જ્યારે તસ્કરો દ્વારા નિયંત્રિત વિસ્તારોને ઘેર્યા અને ત્યાં પ્રવેશ કર્યુ તો અચાનક તેમના પર ફાયરિંગ શરૂ કરવામાં આવ્યુ હતુ. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 64 લોકોના મોત થઇ ચૂક્યા છે.

પોલીસ પર પણ કરાયો હુમલો

રાજ્ય સરકાર પ્રમાણે આ ગિરોહના સદસ્યો પર જવાબી કાર્યવાહી કરવામાં પોલીસે નિશાન બનાવવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુન્હેગારોએ પેન્હા કોમ્પ્લેક્સમાં પોલીસ અધિકારીઓ પર હુમલો કરવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો. ટ્વીટર પર શેર કરેલા ફોટોઝમાં એવું પણ જોવા મળે છે કે ડ્રોન પ્રોજેક્ટલને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જોકે તેમ છતાં સુરક્ષા બળ ગુન્હેગારો સામે મક્કમ ઉભા રહ્યા.

ગુન્હા સામે લડાઇ ચાલુ

અધિકારીઓના જણાવ્યા અનુસાર હુમલા પછી પણ સુરક્ષા બળ મજબૂતી સાથે લડાઇ લડી રહ્યા છે. રિયો ડી જનેરિયોના ગર્વનર ક્લાઉડિયો કાસ્ત્રો જણાવી રહ્યા છે કે આ એક ભયાનક પડકાર છે. હવે એ કોઇ સામાન્ય ગુનો નથી પરંતુ વામપંથીઓનો એક મોટી સંગઠિત ગેંગ છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસ્યુ છે. 

  • Follow us on: