તેમના દિલ્હી પહોંચતા પહેલાં જ ચીને ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને લઈને મોટો સંદેશ આપ્યો છે. ચીને કહ્યું છે કે બંને દેશોએ પોતાના મતભેદોને યોગ્ય રીતે સંભાળીને સારા પાડોશી અને મિત્ર તરીકે આગળ વધવું જોઈએ. સાથે જ ભારત અને ચીન વચ્ચે સંવાદ વધારવા અને સહયોગને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચેની સંભવિત મુલાકાત પહેલાં ચીન તરફથી આવેલા આ નિવેદન પર સૌનું ધ્યાન ગયું છે.

ચીનના રાજદૂત શૂ ફેઇહોંગે જણાવ્યું છે કે

ભારતમાં ચીનના રાજદૂત શૂ ફેઇહોંગે જણાવ્યું છે કે બેઇજિંગ અને નવી દિલ્હી બંને નેતાઓ વચ્ચેની દ્વિપક્ષીય બેઠકની તૈયારી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ચીન ભારત સાથેના સંબંધોને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી આગળ વધારવા માગે છે. બંને દેશો વચ્ચે વાતચીત વધારવી, સહયોગના નવા ક્ષેત્રો શોધવા અને સંબંધોને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.

https://twitter.com/ANI/status/2098493323623514579

ચીને મતભેદો અંગે શું કહ્યું?

શૂ ફેઇહોંગે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં જણાવ્યું કે ચીન બંને દેશોના નેતાઓની વ્યૂહાત્મક વિચારસરણી અનુસાર ભારત સાથે કામ કરવા માગે છે. તેમણે ભારત અને ચીન વચ્ચે સંવાદ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બંને દેશોએ સહયોગ માટે નવા માર્ગો શોધવા જોઈએ અને જે મુદ્દાઓ પર મતભેદ છે, તેને યોગ્ય રીતે સંભાળવા જોઈએ તેવો સંદેશ પણ આપવામાં આવ્યો છે.

https://twitter.com/ANI/status/2098598228354806001

સરળ ભાષામાં સમજીએ તો ચીનનું કહેવું છે કે ભારત અને ચીન વચ્ચે કેટલાક મુદ્દાઓ પર અસહમતિ હોવી સ્વાભાવિક છે, પરંતુ તેના કારણે બંને દેશો વચ્ચેનો સંવાદ અટકવો જોઈએ નહીં. બેઇજિંગ સંબંધોને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી આગળ વધારવા માગે છે. ચીન તરફથી બંને દેશોને સારા પાડોશી અને એકબીજાની પ્રગતિમાં સહયોગ આપતા ભાગીદાર તરીકે આગળ વધવાનો સંદેશ આપવામાં આવ્યો છે.

BRICS Summit 2026

ચીનના વિદેશ મંત્રાલયે પણ આપ્યો સંદેશ

ચીનના વિદેશ મંત્રાલયની પ્રવક્તા માઓ નિંગે પણ ભારત સાથેના સંબંધોને લઈને આવી જ વાત કરી છે. તેમણે કહ્યું કે ચીન ભારત સાથે સંવાદ વધારવા માટે તૈયાર છે. બંને દેશોએ પોતાના સંબંધોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી જોવાની જરૂર છે.

https://twitter.com/ANI/status/2098590989535658439

માઓ નિંગે પણ બંને દેશો વચ્ચે રહેલા મતભેદોને યોગ્ય રીતે સંભાળવા પર ભાર મૂક્યો હતો. તેમણે ભારત અને ચીનને સારા પાડોશી ગણાવ્યા અને બંને દેશોએ એકબીજાની સફળતા અને વિકાસમાં મદદ કરતા ભાગીદાર તરીકે આગળ વધવું જોઈએ તેવી વાત કરી હતી.

https://twitter.com/ANI/status/2098587215836463609

શી જિનપિંગની ભારત મુલાકાત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની સંભવિત દ્વિપક્ષીય બેઠક પહેલાં ચીન તરફથી આવેલા આ નિવેદનોને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. બંને દેશો વચ્ચેના સંબંધોમાં સંવાદ, સહયોગ અને મતભેદોના વ્યવસ્થાપન પર ચીનના ભારથી આગામી ચર્ચાઓ માટે નવી દિશા મળવાની શક્યતા છે.

આ પણ વાંચો: BRICS 2026: વિશ્વની કેટલી જમીન અને વસતી પર છે બ્રિક્સ દેશોનો કબ્જો? જાણો ચોંકાવનારા આંકડા