બ્રિટનની સરકારે રશિયા સાથે જોડાયેલા વેપાર સંબંધોને લઈ ભારતની નાયરા એનર્જી સહિત રશિયાની તેલ કંપનીઓ પર નવા પ્રતિબંધ લગાવ્યા છે. આ પગલું રશિયા પર લગાવવામાં આવેલા વ્યાપક આર્થિક પ્રતિબંધોના ભાગરૂપે ઉઠાવવામાં આવ્યું છે. બ્રિટેનના વિદેશ કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે આ પ્રતિબંધો એવી કંપનીઓ પર લાગુ પાડવામાં આવ્યા છે જે રશિયાના ઊર્જા ક્ષેત્રને ટેકો અને ફંડિંગનો આરોપ છે.

રશિયા કંપની સાથે કનેક્ટેડ છે નાયરા

પ્રતિબંધિત કંપનીઓમાં ભારતની નાયરા એનર્જી લિમિટેડનો સમાવેશ થાય છે, જે આંશિક રીતે રશિયન તેલ કંપની રોઝનેફ્ટ સાથે જોડાયેલી છે. તમને જણાવી દઈએ કે બ્રિટનનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરે થોડા દિવસો પહેલા મુંબઈની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓ ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને મળ્યા હતા.પરંતુ રશિયાના ફંડિગને રોકવાનો તર્ક ાપતા બ્રિટને પ્રતિબંધ લગાવીને ભારતને ચોંકાવી દીધા.

5 બિલિયન અમેરિકી ડોલરનો વેપાર

મળતી માહિતી મુજબ, બ્રિટેનને ચીનના ચાર ઓઇલ ટર્મિનલ્સ, રશિયાની ક્રૂડ ઓઇલ સપ્લાય કરનારા 44 ટેન્કરો અને ભારતની ખાનગી ઓઇલ રિફાઇનરી નાયરા એનર્જી પર પ્રતિબંધ લગાવ્યો છે. સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે નાયરા એનર્જી લિમિટેડે વર્ષ 2024માં રશિયા સાથે 5 બિલિયન અમેરિકી ડોલરથી વધુ મૂલ્યના 100 મિલિયન બેરલ તેલની આયાત કરી હતી. જેના કારણે રશિયાને એટલું રાજસ્વ મળ્યું કે તેણે યુક્રેન સામેના યુદ્ધ માટે હથિયાર અને લોજિસ્ટિક્સ એકઠાં કરી લીધાં. નાયરા એનર્જી કંપનીના ભારતભરમાં 6,500થી વધુ પેટ્રોલ પંપ છે.

બ્રિટેનના વિદેશ મંત્રાલયે શું કહ્યું?

બ્રિટેનના વિદેશ, કોમનવેલ્થ અને વિકાસ કાર્યાલયે બુધવારે નિવેદન આપીને આ પ્રતિબંધોની જાહેરાત કરી અને કહ્યું કે ભારત, રશિયા અને ચીનની તેલ કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાનો હેતુ માત્ર રશિયાને મળતી ફંડિંગ અટકાવવાનો છે. આ પગલાથી રશિયાના આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારમાં ઝટકો લાગશે અને તેને આવકમાં ઘટાડો અનુભવાશે. રશિયા, ચીન અને ભારત સિવાય થાઈલેન્ડ, સિંગાપુર અને તુર્કીની કંપનીઓ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે, જે પર આરોપ છે કે તેઓ રશિયાને ડ્રોન અને મિસાઇલ બનાવવામાં ઉપયોગી લશ્કરી સાધનો સપ્લાય કરવાનો આરોપ છે.

  • Follow us on: