દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટ પર હવે અન્ય દેશોના દૂતાવાસ પણ સક્રિય થયા છે. બ્રિટેને પોતાના નાગરિકો માટે એડવાયઝરી જાહેર કરી છે. જેમાં ભારત પ્રવાસ દરમિયાન નવી સાવધાની વર્તવાની જાણકારી આપવામાં આવી છે. ખાસ કરીને બ્રિટેને પોતાના નાગરિકોને ભારત-પાકિસ્તાન સીમાથી 10 કિમિ દૂર રહેવાની પણ સલાહ આપી છે.


બ્રિટેને પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાયઝરી જાહેર કરી

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે 10 નવેમ્બરની સાંજે એક કારમાં હુમલો થયો. જેમાં 10 લોકોના મોત નીપજ્યા છે. તો 25થી વધારે લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટના તાર આતંક સાથે જોડાતા જોવા મળી રહ્યા છે. આ મામલાની તપાસ હવે એનઆઇએને સોંપવામાં આવી છે. વિસ્ફોટની સંવેદનશીલતાને જોતા બ્રિટેને પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાયઝરી જાહેર કરી છે.

બ્રિટને મોટાભાગના વિસ્તારોમાં જવા પર પણ પ્રતિબંધ મૂક્યો

બ્રિટન સરકારે ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલોપમેન્ટ ઓફિસે પોતાના નાગરિકો માટે કહ્યુ કે ભારત-પાકિસ્તાન સીમાની 10 કિમીના દાયરામાં પ્રવાસ ન કરો. કહ્યુ કે આ વિસ્તાર અસુરક્ષિત માનવામાં આવે છે. આ ઉપરાંત બ્રિટને જમ્મુ-કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં જવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. જોકે માત્ર જમ્મુ અને હવાઇ માર્ગથી આવન જાવનની અનુમતિ પણ આપવામાં આવી છે.

બિન જરૂરી યાત્રા ન કરવાની સલાહ આપી

આ સિવાય ટ્રાવેલ એડવાયઝરીમાં જણાવવામાં આવ્યુ છે કે કશ્મીર ઘાટીમાં પર્યટન સ્થળ જેમ કે પહલગામ, ગુલમર્ગ, સોનમર્ગ, શ્રીનગર શહેર અને જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે તરફની યાત્રા ન કરો. મણિપુર રાજ્યમાં પણ બિન જરૂરી યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવી છે. એડવાયઝરીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મણિપુરમાં 2023માં ભડકેલી હિંસા બાદ હજુ પણ કફર્યુ અને પ્રતિબંધ લગાવવામાં આવેલા છે.


  • Follow us on: