જેફરી એપસ્ટીનનો વિવાદ બ્રિટનના શાહી પરિવાર સુધી પહોંચી ગયો છે.બ્રિટેનના રાજા ચાર્લ્સે પોતાના નાના ભાઇ એન્ડ્રયુની રાજકુમારની ઉપાધિ છીનવી લીધી છે અને તેમને વિંડસર હવેલી ખાલી કરવાનો આદેશ પણ આપ્યો છે.બકિંઘમ પેલેસ તરફથી એ જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ કિંગ ચાર્લ્સે આ નિર્ણય 65 વર્ષીય ડ્યુક ઓફ યોર્કના યૌન અપરાધી જેફરી એપસ્ટીન સાથે સંબંધોની નવેસરથી જાહેર તપાસ અને વર્જિનિયા ગિફ્રેના મર્યા બાદ તેમના સંસ્મરણ નોબડીઝ ગર્લના લોન્ચ થવા બાદ લેવામાં આવ્યો છે.


ગિફ્રેએ એન્ડ્રુ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો

41 વર્ષની વર્જિનિયા ગિફ્રેએ એપ્રિલ 2025માં સુસાઇડ કરી લીધુ હતુ અને ગિફ્રેએ એન્ડ્ર્યુ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો, પરંતુ એન્ડ્ર્યુએ આ આરોપોને નકારી કાઢ્યા છે. જોકો આરોપ સાબિત ન થયા અને તપાસ ચાલુ હતી, પરંતુ આ બધા વચ્ચે ગિફ્રેએ સુસાઇડ કરી લીધુ અને પોતાના સંસ્મરણમાં ગિફ્રેના યૌન શોષણની વાત વર્ણવતી ગઇ, જેના કારણે શાહી પરિવારની ઇમેજ ખરાબ થઇ, બંકિઘમ પેલેસ તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે મહામહિમ રાજા ચાર્લ્સે પ્રિન્સ એન્ડ્ર્યુને આપવામાં આવેલું સન્માન છીનવી લીધુ છે. તે હવે પ્રિન્સ એન્ડ્ર્યુ નથી, પરંતુ હવે એન્ડ્ર્યુ માઉન્ટબેટન વિંડસરના નામથી ઓળખાશે.

દિકરીઓની રાજકુમારીની ઉપાધિ કાયમ રહેશે

આપને જણાવી દઇએ કે દિકરીઓ રાજકુમારી બીટ્રાઇસ અને રાજકુમારી યુઝનીની શાહી ઉપાધિયો રહેશે, કારણકે આ ઉપાધિ તેમને રાજા જોર્જ પંચમ દ્વારા સ્થાપિત 1917ના નિયમ અનુસાર આપવામાં આવી છે. જે દરેક બાળકોને એક જ સન્માન અને સમાન અધિકાર પ્રદાન કરે છે. આ મહિનાની શરૂઆતમાં, પ્રિન્સ એન્ડ્રુએ જેફરી એપ્સ્ટેઇન કેસમાં શાહી પરિવારની સંડોવણીની આસપાસની ટીકાને ટાંકીને, તેમના પદવીઓ અને સન્માનો છોડી દેવાની ઓફર કરી હતી.પરંતુ તેમનુ આ પગલુ એપસ્ટીનની સાથે તેમના સંબંધોને લઇને પણ ઉઠી રહેલા સવાલોને બંધ નથી કરી શક્યા. 2019માં શાહી પરિવાર પ્રતિ પોતાના કર્તવ્યોથી મુક્ત થવા છતાં પોતાની જીવનશૈલીને લઇને પણ સવાલોના ઘેરામાં રહ્યા. 

  • Follow us on: